Surat

માંગરોળના સુરાલી ગામની સીમમાં માંદા દીપડીનું હીટ સ્ટ્રોક થી મોત નીપજ્યું

માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકાના સુરાલી ગામની સીમમાં પાંચ વર્ષ ની માંદા દીપડીનું હીટ સ્ટ્રોક થી(ગરમી) થી મોત નીપજ્યું હતું.

સુરાલી ગામની સીમમાં નહેર નજીક આવેલા કોતરમાં એક પાંચ વર્ષીય માદા દીપડી ને ગ્રામજનોએ મૃત હાલતમાં જોતા વનવિભાગ ને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વાંકલ વન વિભાગ રેન્જના આર.એફ.ઓ નિતીન વરમોરા તેમજ સ્ટાફના માણસો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃત દીપડી નો કબ્જો લઈ માંગરોળ ના પશુ ચિકિત્સક પાસે માંદા દીપડી નું પી એમ કરાવ્યું હતું જેમાં હીટ સ્ટ્રોક થી દીપડીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.