જ્યારે આખી દુનિયા કોરોનાવાયરસ વેક્સીન ને આ મહામારી ની વિરૂદ્ધ બ્રહ્માસ્ત્ર માની રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. WHOની વેસ્ટર્ન પેસિફિક ઓફિસે કહ્યું છે કે આ રસી કોઇ સિલ્વર બુલેટ (અચૂક હથિયાર) નથી કે જેનાથી એક ઝાટકામાં છેલ્લાં એક વર્ષથી આખી દુનિયાને પ્રભાવિત કરી રહેલ મહામારી ખત્મ થઇ જશે. ચાલો સમજીએ કે WHO શું કહેવા માંગે છે.
WHOના નિવેદનનો શું મતલબ છે?
પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે રસી આવ્યા બાદ પણ પરિસ્થિતિમાં કંઈ એકાએક સુધારો આવવાનો નથી. તાકેશી કાસઈના જણાવ્યા મુજબ આપણે આપણા વર્તનમાં ફેરફાર કરવાની જરૂર નથી. ફક્ત આપણે પોતાનું જ નહીં પરંતુ આપણી સાથે સંકળાયેલા તમામ લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવાના છે. આ માટે આપણે જાગૃત રહેવું પડશે. તેમણે ફરીથી કહ્યું કે વારંવાર હેન્ડવોશ (Handwash), ઘરની બહાર માસ્ક (Mask) પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટેંસિંગ (Social Distancing) હંમેશા જાળવવું પડશે અને ટ્રાન્સમિશનના હાઇ રિસ્કવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ. અત્યારે આપણે એવા નિર્ણયો લેવા પડશે જે ટ્રાન્સમિશન રોકે. આમ કરીને આપણે 2021માં આશાઓ સાથે જઈ શકીએ છીએ.
WHOના રીજનલ ડાયરેક્ટરે શું કહ્યું?
WHOમાં વેસ્ટર્ન પેસિફિકના રીજનલ ડાયરેકટર તાકેશી કાસઈએ વર્ચુઅલ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સોસાયટીમાં વેકસીન સર્કુલેટ થઇ રહી છે ત્યાં સુધી આપણે બધા રિસ્ક પર છીએ. 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો અને સોશિયલ સ્તર પર એક્ટિવ લોકોને ઇન્ફેકશનથી પોતાને બચાવવા પડશે. તેમણે કહ્યું કે સલામત અને અસરકારક રસી બનાવવી એક વાત છે અને તેનું પૂરતું ઉત્પાદન કરીને દરેક સુધી પહોંચાડવી બીજી વાત છે. આ શરૂઆતમાં થોડાંક લોકો સુધી જ પહોંચવાની છે. હાઇ-રિસ્ક ગ્રૂપ્સને પ્રાથમિકતાના આધાર પર રસી આપવામાં આવી રહી છે.
તો શું ખરેખર રસી આવવાથી કંઇ બદલાશે નહીં?
એવું કહેવું ખોટું હશે કે કંઈપણ બદલાશે નહીં. ખરેખર, રસીકરણની પ્રક્રિયા બ્રિટન, અમેરિકા સહિતના ઘણા દેશોમાં શરૂ થઈ છે. તેમ છતાં વેક્સીન એટલી બધી નથી કે બધાને મળી જાય. નિષ્ણાંતોનું કહેવું છે કે આ રસી તમારા શરીરને વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે. આનો અર્થ એ નથી કે વાયરસનું ટ્રાન્સમિશન બંધ થઈ જશે. કેટલાક લોકોમાં તે ગંભીર સ્થિતિમાં પણ જઈ શકે છે. આ કારણોસર, ડબ્લ્યુએચઓનો તમામ સરકારોને આગ્રહ છે કે માસ્ક પહેરવાનું બંધ ન કરાવે, સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખે અને હાઇ-રિસ્કવાળા વિસ્તારોમાં જવાનું ટાળે.