Surat

અંકલેશ્વર શહેર ના વોર્ડ નંબર ૩ માં વિશ્વ પુસ્તક દિને શેરી લાયબ્રેરી ની શરૂઆત કરાઈ

જે.એન.પીટીટ લાયબ્રેરી પરિવાર તથા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા વિશ્વ પુસ્તક દિન ની ઉજવણીના ભાગ રૂપે શેરી લાયબ્રેરી નો પ્રારંભ 

અંકલેશ્વર ની જે.એન. પીટીટ લાયબ્રેરી પરિવાર તથા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા વિશ્વ પુસ્તક દિન ની ઉજવણીના ભાગ રૂપે વોર્ડ નંબર ૩ માં શેરી લાયબ્રેરીનો નૂતન અભિગમ શરૂ કરવામાં આવ્યો છે

કોરોના ની વિષમ પરિસ્થિતિ માં બાળકો માટે ટીવી મોબાઈલ સિવાય ખાસ પ્રવૃત્તિ રહી નથી વધુ પડતા સ્ક્રીન ટાઇમ ની આડ અસરો હવે વર્તાવા લગી છે ત્યારે વોર્ડ નં ૩ ના રહીશો માટે વિશ્વ પુસ્તક દિને નગરપાલિકા પ્રમુખ વિનયભાઇ વસાવા ના વરદ હસ્તે અનોખી આદર્શ શેરી લાયબ્રેરીનું લોકાર્પણ કરાયુ હતુ
આ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદિપભાઇ પટેલ, તથા વોર્ડના કોર્પોરેટર અક્ષેશ પટેલ, મનીષા પટેલ તથા હિરલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શેરી લાયબ્રેરી સંચાલક શ્રીમતી દક્ષા શાહે જણાવ્યુ હતુ કે આગામી સમયમાં અંકલેશ્વર ના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારે શેરી લાયબ્રેરી ની સેવાઓ શરૂ કરવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.