South-Gujarat

અંકલેશ્વર ની કોવિડ ઈએસઆઈસી હોસ્પિટલ માટે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નાં પ્રમુખ દ્વારા ઓક્ષિજન સ્ટોર માટે એક ટેન્ક ની વ્યવસ્થા કરવામાં આવી

એક ઉદ્યોગ માં થી ૧૦ ટન ઓક્ષિજન સ્ટોર થઇ શકે તેવી ટેન્ક આપવામાં આવી

ઈએસઆઈસી હોસ્પિટલ માં ઓક્ષિજન ટેન્ક સ્થાપિત કરવા નો ખર્ચ ઉદ્યોગપતિ એ ઉઠાવ્યો

અંકલેશ્વર ની ઇએસઆઈસી હોસ્પિટલ ને કોવિડ હોસ્પિટલ જાહેર કર્યા બાદ ઓક્ષિજન પૂરો પાડવા માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ રમેશભાઇ ગાબાણી દ્વારા ૮ થી ૧૦ ટન ઓક્સીજન સ્ટોર થઇ શકે તેવી ટેન્ક મંગાવી તાત્કાલિક ધોરણે ઇએસઆઈસી હોસ્પિટલ માં સ્થાપિત કરવા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

અંકલેશ્વર ની ઈએસઆઈસી હોસ્પિટલ ને કોવિડ-૧૯ ની હોસ્પિટલ જાહેર કર્યા બાદ ત્યાં ઓક્ષિજન સપ્લાય સિલિન્ડર મારફતે પૂરો પાડવામાં આવતો હતો જે ઓક્ષિજન અપૂરતો હોવાથી હોસ્પિટલ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો હોવાથી અંકલેશ્વર ઉધોગ મંડળ ના પ્રમુખ રમેશભાઇ ગાબાણી દ્વારા એક ઉદ્યોગ માં થી ૮ થી ૧૦ ટન ઓક્ષિજન સ્ટોર થઈ શકે તેવી એક ટેન્ક મંગાવી અને ઈએસઆઈસી હોસ્પિટલમાં તેને સ્થાપિત કરવા માટે યુધ્ધ ના ધોરણે સ્થળ પર જાતે ઉભા રહીને આ કાર્ય ઉપાડી લેવામાં આવયુ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓક્ષિજન ટેન્ક સ્થાપિત કરવાનો સંપૂર્ણ ખર્ચ પણ રમેશભાઇ ગાબાણી ની કંપની દ્વારા ઉઠાવવામાં આવશે તેવુ જણાવ્યું હતું

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.