Home India પુલવામામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો, એક જવાન શહીદ

પુલવામામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો, એક જવાન શહીદ

60
0

જમ્મુ કાશ્મીરના પુલવામામાં મંગળવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. અથડામણમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અન્ય બે જવાનોને ઇજા થઇ છે.
૧૮૩ બટાલિયનના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફેર્સ, સેનાના રાષ્ટ્રીય રાઇફ્લ્સ યુનિટ અને જમ્મુ કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થયું હતું. અથડામણમાં ગોળીબારમાં બે જવાન અને એક પોલીસ કર્મી ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એક સૈનિક શહીદ થયો હતો. અન્ય બે જવાનો પણ ઇજાગ્રસ્ત છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, પુલવામાના વિસ્તારમાં ગૂસુમાં અથડામણ શરૂ થઇ હતી. પોલીસ અને સુરક્ષાદળના જવાનો સામેલ હતા.
આ પહેલાં અજાણ્યા આતંકીઓએ ડેલિના પોલીસ ચોકી પર સોમવારે સાંજે ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે એ ગ્રેનેડ બહાર જ ફટતાં કોઇ નુકસાન થયું ન હતું. બીજી તરફ બારામૂલામાં નાકા ચેકિંગ દરમિયાન પોલીસે સોમવારે એક ઓવર ગ્રાઉન્ડ વર્કરને ગિરફ્તાર કર્યો હતો. તેની પાસેથી એક ગ્રેનેડ તથા એસોલ્ટ રાઇફ્લના કારતૂસ મળ્યા હતા. ગિરફ્તાર કરાયેલા શખ્સની ઓળખ તાહિર અહમદ ખેશ તરીકે થઇ છે.
બીજી તરફ કુલગામ જિલ્લામાં એસએસબી કેમ્પમાં કોઇક મુદ્દે વિવાદ થતાં એક જવાને એએસઆઇ અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી. એ બાદ તેણે પોતે પણ ગોળી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.


Previous articleધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં સૌથી મોટી ભૂલ કરાઈ
Next articleઅમદાવાદમાં ઘનઘોર વાદળો બાદ તૂટી પડ્યો ભારે વરસાદ, ગાંધીનગરમાં પણ અંધારપટ છવાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here