Kheda (Anand)

જિલ્લામાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪૩૪૮ લોકોને રજા આપવામાં આવી

નડિયાદ- કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે જિલ્લામાં આજરોજ ૬૨૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે પૈકી ૯૦ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં અત્યારસુધીમાં કુલ ૪૭૯૨ લોકો પોઝિટીવ આવ્યા છે. કુલ ૮૪૪૪૪ લીધેલ સેમ્પલમાંથી અત્યારસુધીમાં કુલ ૭૬૦૩૬ લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં ૧૧૮૧ રિઝલ્ટ પેન્ડિંગ છે. ત્યારે કુલ દાખલ દર્દીની સંખ્યા ૪૨૩ છે. જે પૈકી સ્ટેબલ દર્દીની સંખ્યા ૨૯૬ છે. ત્યારે જિલ્લામાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪૩૪૮ લોકોને રજા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.