Home South-Gujarat ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે બાતમીનાં આધારે આઈસર ટેમ્પામાં ડુંગળીનાં જથ્થાની આડમાં...

ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે બાતમીનાં આધારે આઈસર ટેમ્પામાં ડુંગળીનાં જથ્થાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો કુલ 7,64,480 દારૂનો જથ્થો

46
0

ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે બાતમીનાં આધારે આઈસર ટેમ્પામાં ડુંગળીનાં જથ્થાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો કુલ 7,64,480 દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં એસ.પી રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.જી.જોષી સહીતની પોલીસ ટીમ કોરોનાની મહામારીમાં જુગાર તેમજ દારૂની હેરાફેરીને નેસ્તાનાબૂદ કરવા વઘઇ પોલીસ મથકની હદમાં ડ્રાઈવ હાથ ધરી હતી.તેવામાં વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.જી.જોષીનાંઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાંથી આઈસર ટેમ્પામાં ડુંગળીનાં જથ્થાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સાપુતારાથી વઘઇ તરફ લઈ જવાઈ રહયો છે. જે બાતમીનાં આધારે ડાંગની વઘઇ પોલીસની ટીમે વોચ ગોઠવતા સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બાજ ગામ પાસે આ આઈસર ટેમ્પો.ન.જી.જે.14.એક્સ.8278ને ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ આ આઈસર ચાલકે ટેમ્પાને ગફલતભરી રીતે હંકારી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.અહી વઘઇ પોલીસની ટીમે આ આઈસર ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કરી ઉભો રાખી ચેકીંગ હાથ ધરતા ડુંગળીનાં જથ્થાની આડમાં વહીસ્કી અને બિયરનાં કુલ.નંગ 4,680 જેની કુલ કિંમત 7,64,480 તથા આઈસર ટેમ્પોની 10,00,000 તેમજ મોબાઈલ.નંગ-6,000 મળી કુલ 17,70,480 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અહી વઘઇ પોલીસની ટીમે આરોપી અજીજખાન શરીફખાન ખાનજાદા. રે.કિમ દાદા મગદુમ દરગાહની પાછળ તા.ચોર્યાસી.જી.સુરતની ધરપકડ કરી જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે..
(શેખર ખેરનાર ડાંગ)


Previous articleકોરોના સંક્રમણ”નો ભોગ બનેલા કમનસીબ મૃતાત્માઓની માનભેર અંતિમવિધિ કરતા આહવાના નવયુવાનો –
Next articleડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર યથાવત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here