Home South-Gujarat અંકલેશ્વર ના હસ્તી તળાવ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર ના હસ્તી તળાવ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો

57
0

હસ્તી તળાવ ક્રિકેટ ગ્રુપ ના ખેલાડીઓ એ ગ્રાઉન્ડ ની ચારે બાજુ લીમડા ના વૃક્ષો વાવ્યા
ગ્રુપ ના દરેક ખેલાડી ઓ એક વૃક્ષ ને દત્તક લઇ માવજત કરશે

અંકલેશ્વર હસ્તી તળાવ ક્રિકેટ ગ્રુપ દ્વારા હસ્તી તળાવ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું ગ્રાઉન્ડ ની ચારે બાજુ લીંમડા ના ઝાડ નું રોપાણ કરી ગ્રુપ ના દરેક સભ્યો એ રોપેલા લીમડા ના ઝાડ ને દત્તક લઇ તેની માવજત કરવાની ખાતરી આપી હતી.

હાલ કોરોના મહામારી એ કહેર વર્તાવ્યો છે હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાતા ઓક્સિજન ની અછત વર્તાય રહી છે ત્યારે ઓક્સિજન નું મહત્વ કેટલું છે તેની આપણને હવે સમજ પડી છે ત્યારે અંકલેશ્વર ના હસ્તી તળાવ ક્રિકેટ ગ્રુપ દ્વારા એક પહેલ કરવામાં આવી છે આ ગ્રુપ દ્વારા હસ્તી તળાવ ક્રિકેટ ગ્રાઉન્ડ ની ચારે બાજુ લીમડા ના રોપા નું વાવતેર કરવાનું આયોજન હાથ ધર્યું હતું નગર પાલિકાના પ્રમુખ વિનયભાઇ વસાવા ની ઉપસ્થિતિ માં ૩૦ જેટલા લીમડા ના રોપાઓ નું વાવેતર કર્યું હતું અને ગ્રુપ ના દરેક સભ્યો એ રોપેલા એક લીમડા ના એક વૃક્ષ ને દત્તક લઇ તેની માવજત કરવાની ખાતરી આપી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર બીમાર લોકો ને ઓક્સિજન પૂરો પાડવામાં જગત ની વ્યવસ્થા ખોરવાઈ ગઈ તો વિચારો કે આખી દુનિયા ને ઓક્સિજન પૂરો પાડનાર ની વ્યવસ્થા કેવી અદભુત હશે આપણે વૃક્ષો નું ધ્યાન ન રાખી તેનું નિકંદન કાઢતા રહીશું તો ટૂંક સમયમાં જગત ની ઓક્સિજન વ્યવસ્થા પણ તૂટી જશે તેમ જણાય રહ્યું છે ત્યારે સૌ નાગરિકો એ પ્રતિજ્ઞા લેવી રહી કે એક વૃક્ષ વાવી તેની માવજત કરી જરૂર થી મોટો કરીશું.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર ના આર્યુવેદીક ડોક્ટર ખેડૂતે પંજાબ ના કાળા ઘઉં ની ખેતી કરી
Next articleઅંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા શ્યામ રેસીડેન્સી નજીક કાર માં લાગી આગ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here