Home Surat માંગરોળના કંટવાવ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

માંગરોળના કંટવાવ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

3
0

માંગરોલ, દેગડીયા : માંગરોળ તાલુકાના કંટવાવ ગામે યુવાનો અને ગામના આગેવાનો દ્વારા પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું હતું.
ગામના મુખ્ય માર્ગ ઉપર માર્ગની બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ બચાવવાનો મૂળ હેતુ રૂપે ગામના પ્રવેશ દ્વાર તરફના માર્ગ પર બંને બાજુ પામ ટ્રી,બોટમ, મચ્છી, ઓઈલ, રોયલ પામ જેવા ૯૦ જેટલાં વિવિધ છોડનું વૃક્ષારોપણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે વૃક્ષો ગામની શોભામાં વધારો કરશે અને પર્યાવરણ જાળવણી થશે
આ કાર્યક્રમમાં ઝંખવાવ વનવિભાગના અધિકારી જયંતીભાઈ બારીયાએ પણ હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો અને તેમની પહેલ ને આવકારી હતી તેમજ જરૂર પડે ત્યારે વનવિભાગ તરફથી પર્યાવરણની જાળવણી માટે સહયોગ આપવાની બાંહેધરી વનવિભાગ દ્વારા આપવામાં આવી હતી.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleઉમરપાડા ના ટી.ડી.ઓ. તરીકે આર.એલ.સોલંકી એ ચાર્જ સંભાળ્યો
Next articleઉમરપાડા માં કોંગ્રેસના આગેવાનોએ ચીખલી પોલીસ સ્ટેશન માં ડાંગના બે યુવકોના કસ્ટોડિયલ ડેથ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here