South-Gujarat

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં પશુઓનાં આહારનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં પશુઓનાં આહારનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી પશુઓનાં આહારનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક.ડી.ડી.03.પી.9437 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકમાં ભરેલ પશુઓનાં આહારનાં જથ્થા સહિત ટ્રકને જંગી નુકસાન થયુ હતુ.આ બનાવમાં ચાલકને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

(શેખર ખેરનાર ડાંગ)

Leave a Reply

Your email address will not be published.