(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ ના ખામર ગામ પાસે એક ટાઇલ્સ ભરેલી ટ્રક ઊંડી ખાઈ માં ગરકાવ થતા કૂદી પડેલા ડ્રાઈવર અને ક્લીનર નો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભુસન છોટુ પાટીલ રહે.મહારાષ્ટ્ર ની ફરિયાદ મુજબ એ પોતાના કબજામાની ટ્રક નંબર MH – 18 – AA – 5937 પુર ઝડપે હંકારી લાવી એકદમ જોરથી બ્રેક મારતા બ્રેક તુટી જતા ભૂસન (ડ્રાઈવર)તથા કંડકટર ટ્રકમાંથી નીચે કુદી જઇ ટાઇલ્સ ભરેલ ટ્રક ઉંડી ખાઈમાં પલ્ટી ખાતા નુકશાન થયું હતું.સદનસીબે બંને કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો છે.