Home South-Gujarat ભરૂચ ના પોલીસ અધિકારી વય નિવૃત્ત થતાં અનોખી ઉજવણી કરવામાં આવી

ભરૂચ ના પોલીસ અધિકારી વય નિવૃત્ત થતાં અનોખી ઉજવણી કરવામાં આવી

85
0

ભરૂચ ના વિવિધ પોલીસ સ્ટેશનો સહિત એલસીબી, એસઓજી, નશાબંધી, અને રાજ્યના મહતવ વિભાગ ગુજરાત એટીએસ, આરઆેર સલ માં ફરજ બજાવી અનડિટેકટ ગુનાઓ શોધી ખુંખાર ગુનેગારો ને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
વિવિધ પત્રકાર સંગઠન ના પત્રકાર મિત્રો તથા સામાજીક સંસ્થાઓ તથા મિત્રો અને શુભ ચિંતકો એ સન્માન સાથે વૃક્ષારોપણ અને જરૂરીયાતમંદો ને ચીજ વસ્તુઓ નું વિતરણ કરી અનોખી ઉજવણી કરી હતી

રાજ્ય સરકાર દ્વારા ઓન રેકોર્ડ ૧૭૨ જેટલા ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લા માં અલગ અલગ પોલીસ સ્ટેશનો સહિત રાજ્યમાં મહત્વ ના વિભાગ ગુજરાત એટીએસ, આરઆર સેલ વડોદરા વિભાગ, એસઓજી, એલસીબી, અને નશાબંધી ફરજ બજાવી ચુકેલા પોલીસ અધિકારી જશવંતસિંહ ભીમસિંહ રાજપુત (જશુદાદા) વય નિવૃત્ત થતાં વિવિધ પત્રકાર સંગઠન ના પત્રકાર મિત્રો તથા સામાજીક સંસ્થાઓ તથા મિત્રો અને શુભ ચિંતકો દ્વારા ઉછાલી ગામે અનોખા સન્માન સમારંભ સાથે વિદાય સમારંભ યોજી અનોખી ઉજવણી કરી હતી.
ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જવાબદારી પુવઁક અસરકારક ફરજ બજાવી ચુકેલા અને ભરૂચ જીલ્લા માં એસઓજી, (સ્પેશ્યલ ઓપરેશન ગૃપ) એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) તથા નશાબંધી વિભાગ અને રાજ્ય ના મહત્વના વિભાગ એટીએસ ગુજરાત (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) આર આર સેલ વડોદરા વિભાગ માં અસરકારક ફરજ બજાવી હતી તેઓ ની ફરજ દરમ્યાન ખુન, અપહરણ વીથ મડઁર, અને ધાડ લુંટ સહિતના પડકાર જનક ગુનાઓ ઉકેલી ખુંખાર ગુનેગારો ને જેલના સળિયા પાછળ ધકેલી દઇ અનેક અનડિટેકટ ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી ની નોંધ લીધી હતી અને ૧૭૨ જેટલા ઇનામ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આમ તેઓએ એક સફળ પોલીસ અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી વય મર્યાદા ના કારણે વય નિવૃત્ત થતાં ભારે હૃદયે અને અશ્રુભીની આંખે વિદાય લીધી છે તેઓએ સમગ્ર જીવન એક સફળ પોલીસ અધિકારી તરીકે સમાજ માટે અપઁણ કરનાર નિષ્ઠાવાન, નિડર અને ખંતીલા એવા જશુદાદા ના હુલામણા નામથી પ્રખ્યાત જશવંતસિંહ ભીમસિંહ રાજપુત વય મર્યાદા ના કારણે વય નિવૃત્ત થતાં અંકલેશ્વર ના ઉછાલી ગામે સ્થાનિક પત્રકાર સંગઠન ના પત્રકાર મિત્રો, સામાજીક સંસ્થાઓ ના હોદ્દેદારો કાયઁકરો તથા રાજકીય પક્ષોના કાર્યકરો અને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા જશુદાદા ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જરૂરતમંદ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ નું વિતરણ કર્યુ હતું અને જીવનના અંતિમ દિવસોમાં યાદગાર બની રહે તે માટે વૃક્ષારોપણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here