Home South-Gujarat અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ને વેન્ટિલેટર અર્પણ કરાયું

અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ને વેન્ટિલેટર અર્પણ કરાયું

13
0

રૂપીયા ૭ લાખ ૯૫ હજાર નું એક જર્મન મેક વેન્ટિલેટર અપર્ણ કરવામાં આવ્યુ
અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં જર્મન મેક વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના પ્રમુખ નલિન રામાણી અને લાયન્સ ક્લબ ઓફ વુમન ના પ્રમુખ હેતલ રામાણી સહિત લાયન્સ ક્લબ ના સભ્યોની ઉપસ્થિતિમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દર્દીઓ ની ધનિષ્ઠ સારવાર માટે રૂપીયા ૭,૯૫ લાખ નું એક જર્મન મેક વેન્ટિલેટર અપર્ણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ના ટ્રસ્ટી, તબીબો તેમજ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા આ અગાઉ કોવિડ મહામારી દરમ્યાન પણ અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા હોસ્પિટલ ને પીપીઈ કિટ, ગ્લોઝ, માસ્ક તેમજ સેનિટાઇઝર આપવામાં આવ્યુ હતુ જ્યારે બે એમ્બ્યુલન્સ પણ હોસ્પિટલમાં ૨૪ કલાક દર્દીઓ ની સેવા માટે મુકવામાં આવી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleવાલિયા ગામે મીઠા પાણી બનનાર ત્રણ સંપ અને પમ્પનું ખાત મુહૂર્ત કરાયું.
Next articleગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓ એ દહેજ એસ. ઇ. ઝેડ કોંફરન્સ હોલ ખાતે બેઠક યોજાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here