Home India ઉત્તરપ્રદેશ ના મુરાદાબાદ જિલ્લામાં કોરોના રસી અપાયેલ એક વોર્ડ બોયનું અચાનક મોત...

ઉત્તરપ્રદેશ ના મુરાદાબાદ જિલ્લામાં કોરોના રસી અપાયેલ એક વોર્ડ બોયનું અચાનક મોત થયું.

46
0

ઉત્તરપ્રદેશ ના મુરાદાબાદ જિલ્લામાં કોરોના રસી અપાયેલ એક વોર્ડ બોયનું રવિવારે અચાનક મોત થયું છે. વોર્ડ બોય મહિપાલ સિંહ 46 વર્ષના હતા. ડૉક્ટરોએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ મુજબ એવું લાગે છે કે મોત હાર્ટ એટેકના કારણે થયું છે. CMOએ કહ્યું કે શનિવારે રસી લીધા બાદ તેઓ બિલકુલ સ્વસ્થ હતા. તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા હતા. જોકે, વોર્ડ બોયના દીકરાએ કહ્યું કે રસી લીધા બાદ તેમના પિતાની તબિયત પહેલાની જેમ સામાન્ય નહોતી.
છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારના લોકો તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિપાલસિંહ જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોયની પોસ્ટ પર હતા. તેનીમ ડ્યુટી સર્જિકલ વોર્ડમાં હતી. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે.
આ સમાચાર મળતાની સાથે જ આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ હતી. સીએમઓ ડો.એમસી ગર્ગ તેમના ઘરે પહોંચ્યા. મહિપાલના પુત્ર વિશાલની વાત માનીએ તો તેમના પિતાને શનિવારે રાત્રે મુશ્કેલી આવી રહી હતી. તેમને સવારે તાવ પણ હતો.
દીકરાએ કહ્યું – રસી મૂકાવતાની સાથે જ શ્વાસ ફૂલવા લાગ્યો
પુત્ર વિશાલે રવિવારે રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે સવારે ડ્યૂટી પરથી છૂટ્યા બાદ તે અચાનક તબિયત બગડી ગઇ હતી. મારે કોઈ કામથી જવાનું હતું તો હું જતો રહ્યો, સાંજે મને ફોન આવ્યો કે તબિયત વધુ ખરાબ છે. પરિવારે 108 પર ફોન કર્યો હતો પરંતુ તેઓ સમયસર આવ્યા ન હતા. શનિવારે રસીકરણ બાદ તેમનો શ્વાસ ખૂબ ફૂલી રહ્યો હતો. એક સવાલના જવાબમાં વિશાલે કહ્યું કે તેઓ કોરોના પોઝિટિવ પણ નહોતા.
ડોકટર્સે કહ્યું કે સાઇલેન્ટ એટેક હતો…
હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે મહિપાલસિંહનું હોસ્પિટલમાં લાવતા પહેલાં જ મોત નીપજ્યું હતું. તેઓને તેમના સંબંધીઓના કહેવા પર ઘણી વખત તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. શક્ય છે કે તેમને સાયલન્ટ એટેક આવ્યો અને તેમને ખબર ના પડી હોય.


Previous articleપેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ,તેની કિંમત બમણી થઈ જાય છે.
Next articleકૃષિ કાયદા ના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનસુપ્રીમ કોર્ટ માં સુનવણી થઇ તો ચીફ જસ્ટિસે ટિપ્પણી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here