ડાકોરમાં માળીવાળા ની ખડકી રહેતા પ્રણવ અધ્વર્યુ નામના યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક ધોરણે તંત્ર કામે લાગી ગયું છે. યુવકને 108 મારફતે નડિયાદ ખાતે covid હોસ્પિટલમાં હાલ સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે.
યુવક પોતાના નોકરી અર્થે અપડાઉન કરતો હોવાથી તે સમય દરમિયાન કોરોના નું સંક્રમણ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ઠાસરા તાલુકા હેલ્થ ટીમ દ્વારા યુવકની ટ્રાવેલ હિસ્ટરી ની તપાસ કરી સંપર્ક માં આવેલ તમામ ને હોમ કવોરંટીન કરવા ની પ્રક્રિયા હાથ ધરવા માં આવશે
તથા કોરોના આ અસરગ્રસ્ત યુવાનના ઘરની આસપાસના વિસ્તારમાં આડબંધ મારી ને તમામ વિસ્તારને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તથા તમામ વિસ્તાર સેનીટાઇઝર કરીને કોરા નો ચેપ અન્ય કોઈ ને પ્રસરે નહિ તેની તકેદારી ના પગલાં હાથ ધરવા માં આવશે.
ડાકોર નગરપાલિકાની ટીમ પોલીસ ટીમ તથા આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામ પરિસ્થિતિ વધુ વકરે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ દરમિયાન ડાકોર ખાતે અમારા સૌનો પરમ મિત્ર પ્રણવ અધ્વર્યુ(P P) કોરોનાગ્રસ્ત થયો છે, તું જલ્દીથી આ બીમારીને માત આપીને કોરોના મુક્ત થાય પરત ફરે તેવી પ્રભુને પ્રાર્થના.