Home Crime અંકલેશ્વર ના શાંતિ નગર પાસે અજાણ્યા વાહન ની અડફેટે બાઈક ચાલક યુવક...

અંકલેશ્વર ના શાંતિ નગર પાસે અજાણ્યા વાહન ની અડફેટે બાઈક ચાલક યુવક નું મોત

16
0

અજાણ્યો વાહન નો ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર
અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર શાંતિ નગર પાસે અજાણ્યા વાહન ના ચાલકે મોટર સાઇકલ ને ટક્કર મારતા ૨૨ વર્ષીય મોટર સાઇકલ ચાલક યુવક નું ગંભીર ઈજાઓ ના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ મૂળ બિહાર અને હાલ માં અંકલેશ્વર ખાતે રહેતા ૨૨ વર્ષીય જીતેશ રામજી યાદવ પોતાની મોટર સાયકલ લઇ અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર થી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન શાંતિ નગર પાસે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ના ચાલકે તેઓ ની મોટર સાયકલ ને ટક્કર મારી વાહન લઇ ફરાર થઇ ગયો હતો આ અકસ્માત માં જીતેશ યાદવ ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માત ની જાણ જીઆઇડીસી પોલીસ ને થતાં પોલીસ કાફલો આવી પહોંચી જીતેશ યાદવ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઔષધીય રોપા નું વિના મુલ્યે વિતરણ કરાયું
Next articleવડોદરામાં શ્રધ્ધાભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here