South-Gujarat

ડાંગ જિલ્લાની આહવા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા વધારવા બાબતે આમ આદમીનું કલેક્ટરને આવેદન.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેનાં કારણે હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આજરોજ આમ આદમીનાં પાર્ટી પ્રમુખ મનીષ મારકણાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.આ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે આહવા સિવિલ હોસ્પિટલમાં 5 વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે.પરંતુ ડાંગ જિલ્લાની મોટા ભાગની વસ્તી અન્ય જિલ્લામાં મજુરી કામ અર્થે જાય છે.જેથી તેઓનું આવન જાવન થતુ રહે છે.તેઓ સંક્રમિત દર્દીઓનાં સંપર્કમાં આવેલ હોવા છતા અભણ પ્રજાને તેનું જ્ઞાન હોતુ નથી.જેથી તેઓ પોઝિટિવ આવેલ હોય તો પણ સારવાર લેવા માટે તૈયાર હોતા નથી,જેથી સ્થાનિક કક્ષાએ જરૂરિયાતમંદ લોકોને મહામારી અંગેની સારવાર મળે તે જરૂરી છે.સાથે સ્થાનિક કક્ષાએ વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ હોય તો તાત્કાલિક ધોરણે દર્દીઓનો જીવ બચાવી શકાય છે.વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે જો 2 દિવસમાં સ્થાનિક કક્ષાએ વેન્ટિલેટર ઉપલબ્ધ નહિ થાય તો આપનાં પ્રમુખ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવશે…

શૅખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.