હજુ પણ મોંઘવારીથી પ્રભાવિત થઈને અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જશે તેમ આમ પાર્ટીના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું.
ગઈ કાલે એલપીજી સિલીન્ડરના ભાવો ફરી વધારો થતા ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાવ વધારા પર ટ્વીટ કર્યું હતું. ઈસુદાન ગઢવીએ ટ્વિટમાં કહ્યું હતું કે, ભાઈઓ અને બહેનો હવે વિકાસ મોટો થઈ ગયો છે. એલપીજી સિલિન્ડરમાં ફરી વધારો થયો છે. ગુજરાતનો દરેક નાગરિક પહેલાથી જ મોંઘવારીથી પરેશના છે જેના માટે આજદિન સુધી ભાજપ સરકારેે છેલ્લા 27 વર્ષથી કંઈ કર્યું નથી. આજ સુધી ભાજપ સરકારે ક્યારેય લોકોની જરુરીયાતો તરફ ધ્યાન આપ્યું નથી.
આ સરકારે 27 વર્ષે પણ લોકોના હિતનું વિચાર્યું નથી. આ સાથે ઈસુદાન ગઢવી પ્રદેશ આપ નેતાએ કહ્યું હતું કે, દર વખતની જેમ જ આ વખતે પણ એલપીજીમાં સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

આજથી એલપીજીની કિંમતમાં ફરી વધારો થતા નવા ભાવ 1009 વધ્યા છે. .ગઢવીએ ભાજપ સરકાર પર એક પછી એક કટાક્ષ કર્યા હતા. હજુ પણ મોંઘવારીથી પ્રભાવિત થઈને અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જશે તેમ આમ પાર્ટીના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું.