Home Business BSNLના મોબાઈલ નેટવર્કમા લગભગ 53 ટકા ઈક્વિપમેન્ટ બે ચીની કંપનીઓ ZTE અને...

BSNLના મોબાઈલ નેટવર્કમા લગભગ 53 ટકા ઈક્વિપમેન્ટ બે ચીની કંપનીઓ ZTE અને હુવાવેના છે….

51
0

ભારતીય સૈનિકો સાથે હિંસક અથડામણ બાદ દેશમાં ચીન વિરોધી વાતાવરણ ઉભું થયું છે. સરકારે પણ ચીની કંપનીઓની એપ્લિકેશન બંધ કરી ચીનને જોરદાર ઝટકો આપ્યો છે. પણ બીજી બાજુ સરકારે સ્વીકાર કર્યો છે કે BSNLના મોબાઈલ નેટવર્કમા લગભગ 53 ટકા ઈક્વિપમેન્ટ બે ચીની કંપનીઓ ZTE અને હુવાવેના છે. આ મામલામાં પ્રાઈવેટ કંપનીઓ સ્થિતિ સારી છે, કેમ કે તે અનેક દેશોમાંથી ઉપકરણો મગાવે છે.
BSNLના મોબાઈલ નેટવર્કમાં લગભગ 44 ટકા ઈક્વિપમેન્ટ ચીનની કંપની ZTE અને 9 ટકા ઈક્વિપમેન્ટ હુવાવેના છે. જ્યારે MTNLના મોબાઈલ નેટવર્કમાં 10 ટકા ઈક્વિપમેન્ટ ચીની કંપનીઓનાં છે. સંચાર રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ ગુરુવારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું કે, ચીની ટેલિકોમ ગિયર મેકર્સ કંપનીઓ ઉપકરણો અંગે સરકાર પાસે ડેટા નથી.
જ્યારે દેશની પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો, જિઓ ZTE અને હુવાવને કોઈપણ ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરતો નથી. તેમજ વોડાફોનઃઆઈડિયા (V!) પોતાના વેન્ડર્સ પાસેથી સુરક્ષા માપદંડોનું પાલન કરીને ઈક્વિપમેન્ટ ખરીદે છે. તો એરટેલ ભારત, અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોમાંથી ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરે છે.


Previous articleછેલ્લા થોડા સમયથી શેરબજાર પર એક દિગ્ગજ ફાર્મા કંપનીનો ડંકો વાગી રહ્યો છે….
Next articleચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને એક શાનદાર તલવાર ભેટમાં આપી છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here