Home Kheda (Anand) વડોદરા-ગેરતપુર રેલ્વેલાઇન ઉપરનું અડાસ વડોદ રસ્તા પર ફાટક નં.૨૫૨ બંધ કરવા...

વડોદરા-ગેરતપુર રેલ્વેલાઇન ઉપરનું અડાસ વડોદ રસ્તા પર ફાટક નં.૨૫૨ બંધ કરવા ના-વાંધા પત્રક અપાયુ

57
0

આણંદઃ સી.ની. ડીવીઝનલ એન્જીનિયરશ્રી, વેસ્ટર્ન રેલ્વે, પ્રતાપનગર, વડોદરા દ્વારા વડોદરા-ગેરતપુર રેલ્વે લાઇન ઉપર આવેલ ઓછા ટ્રાફીક વાળી ફાટક નંબર ૨૫૨ બંધ કરવા અંગે ના-વાંધા પ્રમાણપત્ર આપવા માંગણી કરેલ છે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, આણંદે અડાસ ગામમાં વડોદરા-ગેરતપુર રેલ્વે લાઇનના અડાસ-વડોદ જવા આવવાના ઓછા ટ્રાફીક વાળી (ફાટક નંબર ૨૫૨) લેવલ ક્રોસીંગ નંબર ૨૫૨ માનવ સહિત (એમ) આવેલ જેને રેલ્વે વિભાગ દ્વારા જાહેર જનતાના અવર જવર માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા તેમજ રેલ્વે વિભાગે જરૂરીયાત મુજબ પુરતા રોડ સીગ્નલ(સાયનેજીસ) બનાવવાના અને કાયમ માટે નિભાવણી કરવાની શરતોને આધિન વડોદરા-ગેરતપુર રેલ્વે લાઇન ઉપર આવેલ ઓછા ટ્રાફીક વાળી ફાટક નંબર ૨૫૨ બંધ કરવા અંગે ના-વાંધા પ્રમાણપત્ર આપેલ છે.


Previous articleરાજેશ પટેલે એક સમયે બે સરકારી દવાખાના અને કોવિડ કેર સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યા
Next articleડાંગ જિલ્લાનાં આમસરવળન વળાંકમાં પશુભરેલ પિકઅપવાન પલ્ટી મારી જતા આહવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here