South-Gujarat

વાલિયાના કદવાલી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

એક વ્યક્તિ નુ સારવાર દરમિયાન મોત અને બે ને ઈજા

ટ્રક ચાલક સ્થળ ઉપર ટ્રક મુકી ફરાર

વાલિયા તાલુકાના કદવાલી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક યુવક નુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ જ્યારે એક મહિલા સહીત બે ને ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સુત્રીય માહિત મુજબ સુરત જીલ્લાના લાભગામે રહેતા વિનેશભાઈ મચાભાઈ વસાવા પોતાની ઈકો કાર લઈ ને પોતાના ઘરે જતા હતા તે દરમિયાન વાલિયાના કદવાલી ગામ પાસે વાડી તરફ થી આવતી ટ્રક ના ચાલકે તેઓની ઈકો કારને અડફેટમા લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલક વિનેશ વસાવા તેમજ ૧૫ વર્ષીય નિકુંજ અને ૨૧ વર્ષીય અમિતાબેન વસાવાને ઈજાઓ થતા તેઓને વાલિયાની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન વિનેશ વસાવાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ વાલિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.