Home India ખેડૂતો મુજબ હાલના કાયદાની જેમ નવા કાયદા ખેડૂતોને લઘુતમ ભાવોની બાંહેધરી આપતા...

ખેડૂતો મુજબ હાલના કાયદાની જેમ નવા કાયદા ખેડૂતોને લઘુતમ ભાવોની બાંહેધરી આપતા નથી.

14
0

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં ૨૬મી નવેમ્બરથી દિલ્હીની સીમા પર ખેડૂતો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત હજારો ખેડૂતો દિલ્હી ખાતે એકઠા થયા છે. એકઠા થયેલા ખેડૂતો દ્વારા આંદોલના ભાગ રૂપે દિલ્હીની સીમા પર બેરીકેડ મૂકી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઇ રહ્યો છે. ખેડૂતો દ્વારા આંદોલન દરમિયાન ૮મી ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન પણ આપ્યું હતું. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોના ખેડૂતો જોડાયા હતા. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત બંધમાં દેશભરમાંથી ૪૦૦ જેટલા ખેડૂત સંગઠનો જોડાયા હતા. એટલું જ નહીં મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ સહિતના વિપક્ષી રાજકીય પક્ષો પણ ભારત બંધમાં જોડાયા હતા.
લાંબા સમય સુધી સરકારની સબસિડી દ્વારા વર્ચસ્વ ધરાવતા બજારમાં ખાનગી ખરીદદારોને વધુ મુક્ત બનાવવા, પાકના વેચાણને નિયંત્રણમુક્ત કરવાના કાયદા સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, બજારમાં નાના જમીન માલિકોની જગ્યાને વર્ષો વર્ષથી સુરક્ષિત રાખનારા કાયદાઓમાં થયેલા સુધારાથી તેમને પોતાની જમીન અને વેપાર મોટી કોર્પોરેટ કંપનીઓના હાથે વેચાઇ જવાનું જોખમ છે. જેની સામે સરકારનું કહેવું છે કે, ભારતના વિશાળ પરંતુ અલ્પ સંખ્ય ખેડૂત ક્ષેત્રની કાર્યક્ષમતા વધારવા માટે સુધારા જરૂરી છે. જે દેશના લગભગ અડધોઅડધ કર્મચારીઓનો હિસ્સો ધરાવે છે, પરંતુ જીડીપીમાં તેની ભાગીદારી માત્ર ૧૬ ટકાની જ છે.
કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન ઓગસ્ટ મહિનામાં પંજાબ અને હરિયાણા રાજ્યથી શરૂ થયંુ હતું. નવેમ્બર મહિનામાં ખેડૂત આંદોલન દિલ્હી તરફ રૂખ થયો. પંજાબ અને હરિયાણાથી દિલ્હી સુધી પહોંચવામાં ખેડૂતોને પોલીસ બળનો સામનો કરવો પડયો હતો. ખેડૂતોને માત્ર ભારતમાં જ નહીં વિદેશથી પણ સમર્થન મળી રહ્યું હતું. યુકે અને કેનેડામાં ડાયસ્પોરા સમુદાયો દ્વારા ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં કોરોના મહામારીના સમયમાં સરકાર દ્વારા સંસદના ટૂંકા સત્રમાં ત્રણેય કૃષિ સુધારણા કાયદા પસાર કરી દેવામાં આવ્યા હતા. ઊપલા ગૃહમાં સુધારાને આગળ વધારવા માટે સંસદીય દાવપેચનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, કાયદો બનાવતા પહેલાં કે પછી ખેડૂતો સાથે કોઇ સલાહસૂચન કરવામાં આવ્યા નથી.
ભારતમાં ૧૯૬૦માં આવેલી હરિત ક્રાંતિ બાદ ભારત સરકાર દ્વારા ખેડૂતોને કેટલાક પાકની કિંમત નક્કી કરવાનો અબાધ અધિકાર આપવામાં આવ્યો હતો. જેના પગલે એડવાન્સ ટેકનોલોજીથી થઇ રહેલી ખેતીના કારણે ભારત ભૂખમરામાંથી બહાર આવી વિશ્વના અન્ય દેશોને અનાજથી નિકાસ કરતો દેશ બન્યો હતો. જેથી જ માર્ચમાં કોવિડ – ૧૯ની મહામારી દરમિયાન લોકડાઉનની જાહેરાત કરાઇ ત્યારે ભારત પાસે હજારો ટન અનાજ હતું. જે અંદાજે ૧૮ મહિના જેટલો સમય ચાલી શકે તેમ હતું.
જોકે, ખેડૂતો મુજબ હાલના કાયદાની જેમ નવા કાયદા ખેડૂતોને લઘુતમ ભાવોની બાંહેધરી આપતા નથી. પરંતુ નવા કાયદા અંતર્ગત કોર્પોરેટ કંપનીઓને જમીન ખરીદવા અને અનાજનો સંગ્રહ કરવાના અગાઉના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં નવા કાયદા અંતર્ગત સામાન્ય રીતે હાલમાં ખેડૂતો પોતાનું અનાજ જ્યાં વેચે છે તે એપીએમસી માર્કેટને બાયપાસ કરીને ખેડૂત પાસેથી ખરીદી કરવાની પણ તક કોર્પોરેટર કંપનીઓને આપવામાં આવી રહી છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બીજી બાજુ સરકાર સતત વાર્તા માટે ખેડૂતોને બોલાવી રહી છે પણ હજી સુધી કોઇ નિષ્કર્ષ નીકળી શક્યું નથી. ખેડૂતો કાયદા રદ કરવાની માગ પર અડગ છે. વડા પ્રધાન સહિત સરકારના બધા જ પ્રધાનો વારંવાર કહી રહ્યાં છે કે એમએસપી નાબૂદ થવાની નથી. સરકાર ખુલા મને ચર્ચા અને સુધારા કરવા તૈયાર છે. ખેડૂતો ગેરમાર્ગેના દોરાય. આ કાયદાઓથી ખેડૂતોને જ લાભ થવાનો છે. જોકે, છેલ્લે સુધી કોકડું ગૂંચવાયેલું જ રહ્યું.


Previous articleએઇમ્સના ખાતર્મુહત અંગે સ્થાનિક વહીવટી તંત્ર સુધી માહિતી મળી ન હોવાનું સામે આવ્યું તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે.
Next articleક્રેડિટ કાર્ડના બિલ બાકી છે, તો તે સમય, પ્રયત્ન અને દેણામુક્ત બનવાની યોજનાને પ્રાથમિક્તા આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here