International

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે પોતાની ધરીથી ૪ ઇંચ દૂર ખસી રહ્યો છે.

મંગળ ગ્રહ ફરી એકવાર વિશ્વભરના વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે કારણ કે મંગળ ગ્રહનું સંતુલન બગડયું છે અને તે પોતાની ધરી પર રહસ્યમય રીતે હચમચી રહ્યો છે. આ ગ્રહ પોતાની ધરી પર ડામાડોળ થતો હોવાના કારણે તેની ચાલ કમજોર થઈ રહી છે. અમેરિકાના જિયોફિઝિકલ યુનિયને આ પરિવર્તનને નોંધ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે પોતાની ધરીથી ૪ ઇંચ દૂર ખસી રહ્યો છે. આ પ્રક્રિયાને ધી ચેન્ડલર વોબલ તરીકે ઓળખવામાં આવે છે. આ નામ ખગોળશાસ્ત્રી કાર્લો ચેન્ડલરના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે આ પ્રક્રિયાની શોધ લગભગ એક સદી અગાઉ કરી હતી.

પૃથ્વી તેની ધરી પર દર ૪૩૩ દિવસે ધ્રૂજે છે

આ સાથે મંગળ ગ્રહ આપણા સૌર મંડળમાં ધરી પર હચમચતો બીજો ગ્રહ બન્યો છે. આ પહેલા પોતાની ધરી પર સીધા પરિભ્રમણ નહીં કરવાનો રેકોર્ડ ફક્ત પૃથ્વીના નામ પર જ હતો. અમેરિકન જિયોફિઝિકલ યુનિયન અનુસાર આ ભૂભૌતિક ગતિવિધિ છે. પૃથ્વી દરેક ૪૩૩ દિવસ બાદ તેની ધરી પર હચમચે છે. પૃથ્વી તેની ઉત્ત્પતિથી અત્યાર સુધીમાં પોતાની મૂળ ધરીથી ૩૦ ફૂટ દૂર ખસી છે. એ પ્રમાણે મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે ધરીથી દૂર જતો હોવાના કારણે ધ્રૂજતો દેખાય છે. આ પ્રકારની ધ્રુજારી વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે. જો કે કેટલીક ગણતરીઓના આધારે વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે કેટલીક સદીઓ બાદ આ ધ્રુજારી આપોઆપ બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.