Home India કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જણાવ્યું કે, ૩૫૮૭ ટન બાયોમેડિકલ વેસ્ટનું સર્જન કરીને...

કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જણાવ્યું કે, ૩૫૮૭ ટન બાયોમેડિકલ વેસ્ટનું સર્જન કરીને ભારત મોખરે છે.

1
0

ભારતે સાત મહિનામાં ૩૩,૦૦૦ ટન જેટલા કોવિડ-૧૯ સંબંધી બાયોમેડિકલ વેસ્ટનું સર્જન કર્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે ૩૫૮૭ ટન બાયોમેડિકલ વેસ્ટનું સર્જન કરીને ભારત મોખરે છે. આ સમયગાળા દરમિયાન ઓક્ટોબર મહિનામાં ૫૫૦૦ ટન જેટલા સૌથી વધુ બાયોમેડિકલ ટેસ્ટનું સર્જન થયું હતું. રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ્સ તરફથી મળેલી માહિતી મુજબ ૧૯૮ જેટલા સામાન્ય બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ખાતે નાશ કરાયો હતો.
ગુજરાતમાં ૩૦૮૬ ટન બાયોવેસ્ટનું સર્જન
જૂન મહિનાથી વીતેલા સાત મહિના દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૩૬૭ ટન બાયોવેસ્ટનું સર્જન થયું હતું, કેરળમાં તે પછીના ક્રમે ૩૩૦૦ ટન તો ગુજરાતમાં ૩૦૮૬ ટન બાયોવેસ્ટનું સર્જન થયું હતું. તામિલનાડુમાં ૨૮૦૬ ટન, ઉત્તરપ્રદેશમાં ૨૫૦૨ ટન, દિલ્હીમાં ૨૪૭૧ ટન, પશ્ચિમ બંગાળમાં ૨૦૯૫ ટન તો કર્ણાટકમાં ૨૦૨૬ ટન વેસ્ટનું સર્જન થયું હતું.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગયા વર્ષે માર્ચ મહિનામાં જ કોવિડ-૧૯ના સારવાર કેન્દ્રો, ક્વોરન્ટાઇન સેન્ટર્સ, ઘર, નમૂના કલેક્શન સેન્ટર્સ, લેબ વગેરે સ્થાને સર્જાતા બાયોવેસ્ટનો સામાન્ય બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ખાતે ટ્રીટમેન્ટ આપીને નિકાલ કરવા ખાસ ગાઇડલાઇન જારી કરી દીધી હતી. બોર્ડે બાયોવેસ્ટ નિકાલના નિયંત્રણ માટે મે મહિનામાં મોબાઇલ એપ્લિકશન પણ વિકસાવી લીધું હતું.

Previous articleઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS બસ ના સમયમાં ફેરફાર કરાયો.
Next articleCM વિજય રૂપાણીએ પોતાના ચૂંટણી અધિકારી રહી ચૂકેલા GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર સામે ACB તપાસને મંજૂરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here