Home International ONSના મતે બ્રિટનના કેટલાંક ભાગમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા...

ONSના મતે બ્રિટનના કેટલાંક ભાગમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

72
0

બ્રિટન માં કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન કેટલાં ઘાતક છે તેની અસર હવે જોવા મળી રહી છે. એકલા ઇંગ્લેન્ડ માં જ દર 85માંથી એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે. આ જ કારણ છે કે શુક્રવારના રોજ આખા બ્રિટનમાં લાખો લોકો એ મિત્રો અને પરિવારથી દૂર રહી ક્રિસમસ સાદી રીતે મનાવો પડ્યો. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા ના ટેસ્ટ એન્ડ ટ્રેસ નેટવર્કના આંકડા પ્રમાણે 10 થી 16 ડિસેમ્બરની વચ્ચે 173875 લોકો સંક્રમિત જોવા મળ્યા જે કોઇ સપ્તાહનો ઉંચો આંકડો છે.
વેલ્સમાં દર 60માંથી એક વ્યક્તિ સંક્રમિત
ONSના મતે બ્રિટનના કેટલાંક ભાગમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. વેલ્સમાં તપાસમાં લગભગ 60 લોકોમાંથી એકને સંક્રમિત જોવા મળ્યા અને ઇંગ્લેન્ડમાં 85માંથી એક સંક્રમિત છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘાતક વાયરસના નવા પ્રકારના ફેલાવાથી દેશભરમાં કેસ ઝડપથી વધી રહ્યા છે કારણ કે તેઓ વધુ સંક્રમક છે.
લોકડાઉનની ઝપટમાં મોટાભાગના વિસ્તાર
આ પરિસ્થિતિના લીધે જ બ્રિટનના મોટાભાગના વિસ્તારોમાં આકરું લોકડાઉન લગાવ્યું છે. લંડન અને આસપાસના ક્ષેત્રોમાં ટાયર-4 સ્તરના લગભગ પૂર્ણ લોકડાઉન લગાવ્યું છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ચેતવણી આપી છે કે નવા વર્ષમાં કોરોના વાયરસનું નવા પ્રકારનું સંક્રમણ નિયંત્રણ બહાર હોવાથી રોકવા માટે સખ્ત પ્રતિબંધોની આવશ્યકયતા હોઇ શકે છે.
PM જોન્સને પ્રતિબંધ કડક કરવાના આપ્યા સંકેત
બ્રિટનના એક તબીબી સંગઠને લક્ષણ બદલી ચૂકેલા કોરોના વાયરસને કારણે થનારા વધારાના મૃત્યુને ખાળવા માટે રસીકરણના દરને વધારવા ભાર મૂક્યા પછી વડા પ્રધાન બોરિસ જોન્સને ત્રીજા લોકડાઉનની શક્યતાને નકારી કાઢવા ઇનકાર કર્યો હતો. બોરિસ જોન્સને કહ્યું હતું કે બ્રિટનમાં ત્રીજા સંપૂર્ણ લોકડાઉનના અમલની શક્યતાને નકારી શકાય તેમ નથી. કોવિડ-19ના નવા લક્ષણો ધરાવતા વાયરસને કારણે મુશ્કેલી વધી શકે છે. પત્રકાર પરિષદમાં જોન્સને જણાવ્યું હતું કે હું અગાઉ ઘણીવાર કહી ચૂક્યો છું તેમ હું માનું છું કે માત્ર કડક નિયંત્રણોની મદદથી જ આ કપરા સમયમાંથી બહાર આવી શકાશે. જાન્યુઆરી મહિનામાં આ વાઇરસ નિયંત્રણ બહાર જાય તે પહેલાં તેના સંક્રમણને અંકુશમાં લાવવો જરૂરી છે.
બ્રિટનમાં છ લાખને કોરોનાની રસીના ડોઝ અપાયા

બ્રિટનમાં અત્યારસુધીમાં છ લાખ લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. બ્રિટને સમગ્ર યુરોપમાં ફાઇઝર ને સૌપ્રથમ મંજૂરી આપી દીધી હતી. આ મહિનાની શરૂઆતથી જ વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે. સરકારનું કહેવું છે કે દેશના સૌથી પ્રભાવિત વિસ્તારોમાં ખૂબ ઝડપથી રસીકરણ કામગીરી પૂરી કરવામાં આવશે. બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને તેમના 99 વર્ષના પતિ પ્રિન્સે સાદી રીતે ક્રિસમસ સેલિબ્રેટ કર્યો. શાહી દંપત્તિ એ દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં બર્કશાયર કાઉન્ટીના વિન્ડસર કેસલમાં ક્રિસમસ મનાવ્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here