Home Tech વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા...

વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે….

14
0

વોટ્સએપ યુઝર્સ માટે એક મોટી જાણકારી સામે આવી રહી છે. હવે તમે એક જ નંબર પરથી ચાર અલગ-અલગ ડિવાઈઝ પર વોટ્સએપ ચલાવી શકશો. કંપની દ્વારા આ નવું ફીચર તૈયાર કરી લેવામાં આવ્યું છે. અને તેને ટૂંક સમયમાં જ બીટા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય યુઝર્સ માટે તેને લોન્ચ કરવામાં આવશે.
વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર કંપની પોતાના મલ્ટીપલ-ડિવાઈઝ સપોર્ટ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના બીટા વર્ઝનમાં આ ફીચર આવી જશે. તેનો મતલબ એ થયો કે વોટ્સએપ જે યુઝર્સને બિટા વર્ઝન ઉપલબ્ધ કરાવે છે, તેઓને આ ફીચર યુઝ કરવા માટે મળશે.
કંપની આ સર્વિસ તમામ યુઝર્સ માટે ક્યારે લોન્ચ કરશે તેના અંગે હજુ કોઈ માહિતી સામે આવી રહી નથી. ટ્રેકરે ફીચર અંગે થોડી ડિટેલ શેર કરતાં કહ્યું કે, આ ફીચર વડે યુઝર એક જ સમયે ચાર અલગ-અલગ ડિવાઈઝ પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. તમે મેન ડિવાઈઝ વડે અન્ય ડિવાઈઝ વડે વોટ્સએપને કંટ્રોલ કરી શકો છો.
આ મલ્ટી ડિવાઈઝ સપોર્ટ ફીચર માટે વોટ્સએપ પોતાના ડેસ્કટોપ વર્ઝન માટે એક નવું યુઆઈ પણ તૈયાર કરશે. એપ પર આ સુવિધા લિંક્ડ ડિવાઈઝ હેઠળ ઉપલબ્ધ હશે. તમે અહીં તમારા વોટ્સએપ એકાઉન્ટને એક નવા ડિવાઈઝ સાથે લિંક કરી શકો છો. અને તમે લિંક કરેલ ઉપકરણોનું લિસ્ટ પણ જોઈ શકશો. આ એપ પર વોટ્સએપ વેબડેસ્કટોપ ઈન્ટરફેસની સમાન છે.

Previous articleબોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ડ્રગ્સના કેસમાં NCBના રડાર પર આવી છે…
Next articleભારતીય વિમાન અને મિસાઇલોને તોડી પાડવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલિપોર્ટની સંખ્યાને પણ બમણી કરી દીધી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here