Home India પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એનએફએસએ લાભાર્થીઓને મે અને જૂન 2021માં...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એનએફએસએ લાભાર્થીઓને મે અને જૂન 2021માં વધારાનું મફત અનાજ વિતરિત કરાશે

62
0

નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2013 (એનએફએસએ) હેઠળ આવરી લેવાયેલા આશરે 80 કરોડ લાભાર્થીઓને એનએફએસએ અનાજ ઉપરાંત આગામી બે મહિનાઓ એટલે કે મે અને જૂન 2021 માટે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ નિ:શુલ્ક પૂરું પડાશે
ગરીબો પ્રત્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારત સરકારે અગાઉની ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (પીએમ-જીકેએવાય) મુજબ જ રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા- નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2013 હેઠળ આવરી લેવાયેલા આશરે 80 કરોડ લાભાર્થીઓને મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આગામી બે મહિના માટે એટલે કે મે અને જૂન 2021માં એનએફએસએ અનાજ ઉપરાંતનું મફત અનાજ ફાળવવાનું નક્કી કર્યું છે.
આ ખાસ યોજના (પીએમજીકેએવાય) હેઠળ, એનએફએસએની બેઉ કેટેગરીઓ- અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાયોરિટી હાઉસહૉલ્ડર્સ (પીએચએચ) હેઠળ એનએફએસએના આશરે 80 કરોડ લાભાર્થીઓને એનએફએસએ હેઠળ નિયમિત માસિક અનાજ મળે છે એ ઉપરાંત વ્યક્તિ દીઠ 5 કિલોના માપે મફત અનાજ (ઘઉં/ચોખા)નો વધારાનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રીય મદદના ભાગરૂપે અનાજ, આંતરરાજ્ય પરિવહન ઇત્યાદિ પાછળ રૂ. 26000 કરોડથી વધારાનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર વહન કરશે.


Previous articleરેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ મંજૂર
Next articleભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 13.54 કરોડ કરતાં વધારે નોંધાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here