Home Kheda (Anand) ખેડા જિલ્‍લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસિવિરનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે – જિલ્‍લા...

ખેડા જિલ્‍લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસિવિરનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે – જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ

40
0


કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા સરકારી ગાઇડલાઇનને અનુસરવા અનુરોધકોઇએ ગભરાઇ જવાની જરૂર નથી સહયોગ થકી કોરોના નિયંત્રિત કરી શકાશે

નડીયાદ- સમગ્ર રાજ્યમાં કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે ત્‍યારે ખેડા જિલ્‍લામાં તેનું સંક્રમણ અટકે અને તેને નિયંત્રિત કરવા જિલ્‍લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, તેમ જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્‍યું છે. જિલ્‍લા કલેકટરશ્રી
આઇ.કે.પટેલે જણાવ્‍યું કે જિલ્‍લામાં વધતા જતા કેસોને નિયંત્રિત કરવા તથા કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. ખેડા જિલ્‍લામાં ૧૦ સરકારી અને ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૧૦૦૦ બેડની ઓક્સિજન સાથે વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. એટલું જ નહિ રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્‍લામાં ૫૦૦ રેમડેસિવિર ઇન્‍જેકેશનનો જથ્‍થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ છે. જેને સરકારી હોસ્‍પિટલો તથા ખાનગી હોસ્‍પિટલોમાં સરકારે નિયત કરેલા ભાવે જ મળી રહેશે તેથી કોઇએ ગભરાવવાની જરૂર નથી તેમ જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું છે. જિલ્‍લામાં સંક્રમણ અટકાવવા લોકોને – નગરજનો – ગ્રામજનોને કલેકટરશ્રીએ અપીલ કરતાં જણાવ્‍યું છે કે ઘરમાં કોઇ એક વ્‍યક્તિ સંક્રમિત હોય ત્‍યારે ઘરના અન્‍ય વ્‍યક્તિઓએ પણ સાવચેતી રાખીને ટેસ્‍ટ કરાવી લેવા તથા સંક્રમિત થયેલા વ્‍યક્તિને તાત્‍કાલિક સારવાર કરાવવી જોઇએ. જેથી વધુ સંક્રમણની શક્યતાઓ નહિવત થઇ શકશે. જિલ્‍લા વહિવટીતંત્ર અને નાગરિકોના સહયોગથી સંક્રમણને નિયંત્રિત કરી શકીશુ તેમ જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું.


Previous articleખેડા જિલ્લામાં ૨ કોવિડ સેન્ટર શરુ કરાયા
Next articleરસી ઘણી જ લાભદાયક છે – સચિનભાઇ ઇશ્વરભાઇ રાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here