Home Surat અંકલેશ્વરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી

અંકલેશ્વરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી

19
0

રાઘવજીભાઇ પટેલે તેમના નજીક ના મિત્ર અને ઉદ્યોગ મંડળ ના પ્રમુખ ની મુલાકાત લીધી
ઉદ્યોગ મંડળ ના સભ્યો અને ઉદ્યોગકારો એ સ્વાગત કરી શુભેચ્છા પાઠવી

જામનગર ના ધારાસભ્ય અને હાલ ના નવનિયુકત કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે નવસારી ખાતે વડાપ્રધાન ના જન્મદિવસ ના કાર્યક્રમો માં હાજરી આપી પરત ફરતી વખતે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે તેમના નજીક ના મિત્ર અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં ઉદ્યોગ મંડળ ના સભ્યો સહીત ઉદ્યોગકારો એ સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મ દિવસ નિમિતે જામનગર ના ધારાસભ્ય અને હાલના નવનિયુક્ત મંત્રી રાઘવજીભાઈ પટેલ નવસારી ખાતે યોજાયેલ કાર્યક્રમો માં ઉપસ્થિત રહ્યાં હતા રાઘવજીભાઇ પટેલ કાર્યકમો પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન અંકલેશ્વર જીઆઇડીસી માં તેમના નજીક ના મિત્ર અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખ રમેશભાઇ ગાબાણી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના સભ્યો ઉદ્યોગપતિ પ્રવીણભાઈ તેરૈયા, એન.કે.નાવડિયા, અશોકભાઈ ચોવટીયા સહીત ના ઉદ્યોગકારો દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ નું ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleચીખલી પોલીસ મથકમાં કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ યુવાનોનાં પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 3-3 લાખની સહાય આપી..
Next articleઅંકલેશ્વર નગર પાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here