Home Business અમદાવાદની કંપની કોરોના વેક્સિનના મોટાપાયા પર ઉત્પાદન માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી...

અમદાવાદની કંપની કોરોના વેક્સિનના મોટાપાયા પર ઉત્પાદન માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી કરી રહી છે.

28
0

ભારતમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine) બનાવી રહેલી કેડિલા હેલ્થ કેર લિમિટેડ (Cadila Healthcare)એ મોટા પાયે કોરોના વાયરસ વેક્સિનના ઉત્પાદનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેડિલા હેલ્થકેર લિમિટેડ આ માટે પોતાના સંભવિત પાર્ટનર સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. અને પોતાની પ્રોડક્શન કેપેસિટીમાં પણ કોરોના વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.
અમદાવાદની કંપની કોરોના વેક્સિનના મોટાપાયા પર ઉત્પાદન માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી કરી રહી છે. કંપની વેક્સિનના સાત કરોડ ડોઝ બનાવવા માટે પાર્ટનર શોધી રહી છે. કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું કે, પ્લાઝમિડ ડીએનએ (Plasmid DNA) વેક્સિન નામની કોરોના વેક્સિન બનાવવા માટે 10 કરોડથી વધારે ડોઝ કંપની પોતાના પ્લાન્ટમાં બનાવી શકે છે.
શર્વિલે કોરોના વેક્સિન ઉત્પાદન માટે કઈ કંપનીઓ સાથે વાત કરી રહી છે અને આ વેક્સિન ડેવલપ કરવામાં કેટલો ખર્ચ થશે તેની જાણકારી આપવાની મનાઈ કરી દીધી હતી. શર્વિલે કહ્યું કે, અમે વેક્સિનના હ્યુમન ટ્રાયલના ફેઝ ટુના આંકડાઓની રાહ જોઈ રહ્યા છીએ.
તેઓએ કહ્યું કે, અનેક લોકો કેડિલા હેલ્થકેર લિમિટેડની કોરોના વેક્સિનનો ઉપયોગ કરવા માગે છે અને અન્ય દેશોમાંથી પણ તેની ડિમાન્ડ આવી રહી છે. અમે અન્ય બજારોમાં કોરોના વાયરસ વેક્સિન વેચવા માટે લાયસન્સ આપવાનું વિચારી રહ્યા છીએ. અને એટલે જ અમે ભારત બહાર પણ કોરોના વેક્સિન નિર્માણ માટેની સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ.


Previous articleમુખ્યમંત્રી ચુંટણી પ્રચાર માં મોરબી આવી રહ્યા છે ત્યારે રાતોરાત રોડ રસ્તા નવા બનાવામાં આવી રહ્યા છે.
Next articleસ્કેમ૧૯૯૨ ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’ વેબ સિરીઝ હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પહેલા નંબર પર પહોંચી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here