Home Ahmedabad એશિયામાં ટોપ-20માં સામેલ અમદાવાદના PUBG પ્લેયરે કાઢી નનામી, કહ્યું- ‘દેશ પહેલાં, પ્રતિબંધ...

એશિયામાં ટોપ-20માં સામેલ અમદાવાદના PUBG પ્લેયરે કાઢી નનામી, કહ્યું- ‘દેશ પહેલાં, પ્રતિબંધ યોગ્ય’

86
0

કેન્દ્ર સરકારે ચીની એપ પર સ્ટ્રાઈક કરતા ઓનલાઈન ગેમ પબજીના પ્લેયર્સને એક મોટો ઝાટકો લાગ્યો છે. મિત્રોની સાથે ઓનલાઈન ગેમ રમનાર પ્લેયર્સ પોતપોતાની રીતે પબજી બેન થવાથી શોક મનાવી રહ્યા છે. એવામાં અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં 15-20 યુવકોના એક ગ્રુપે એપ પ્રતિબંધ થવાથી બેસણું એટલે કે અંતિમ સંસ્કાર આયોજિત કર્યા છે. એટલે ગુજરાતીમાં કહીએ તો આ મિત્રોના ગ્રપે પબજી એપની નનામી કાઢી છે.
પબજીના અંત્યેષ્ટિના આ કાયક્રમમાં યુવકો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. તેમણે રીતસરનો પબજી ગેમ પ્રતિબંધ થવાથી શોક મનાવ્યો હતો. ગ્રુપના એક મિત્ર રોશન પટેલે જણાવ્યું કે, અમારા 15-10 મિત્રોનું એક ગ્રુપ છે, જે છેલ્લા સાત મહિનાથી સતત એક સાથે પબજી ગેમની મઝા માણી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, અત્યારે હાલ અમે ઉંડા શોકમાં છીએ. પબજી ગેમ પર પ્રતિબંધની જાહેરાત અમે હજુ સુધી સમજી શકતા નથી કે વિચારી શકતા નથી. અમે પબજી ગેમ પ્રતિબંધિત થવાથી અમે નનામી કાઢવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
તેના માટે રોશનના ગ્રુપના તમામ મિત્રો સફેદ કપડાં પહેરીને આવ્યા. તેમણે જણાવ્યું કે, તે લોકોએ પ્રોજેક્ટર રૂપમાં પબજી માટે અંતિમવિધી આયોજિત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન બ્રેકગ્રાઉન્ડમાં એક પ્રોજેક્ટર પર પબજીના વીડિયોઝ અને ફોટોઝ ચાલી રહ્યા છે.
પબજી પછી જિંદગી….
ભારતમાં પબજી પર પ્રતિબંધ લાગવાથી તેના ખેલાડીઓ માટે સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો છે. ફોર્મસીના વિદ્યાર્થી વિરાંગ પટેલે જણાવ્યું કે, લોકડાઉન પહેલા હું કોલેજ-ક્લાસ પુરા કરીને દરરોજ ત્રણ કલાક પબજી ગેમ રમતો હતો. લોકડાઉનમાં આ ટાઈમ ડબલ થઈ ગયો હતો. તેણે વધુમાં જણાવ્યું કે, મેં સૌથી પહેલા પબજી મારા મિત્રો સાથે રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં થોડાક ઓનલાઈન મિત્રોની સાથે મુકાબલો થવા લાગ્યો હતો. પટેલે વધુમાં જણાવ્યું કે, હું એશિયાનો ટોપ-20 પ્લેયર્સમાં સામેલ થઈ ગયો છે પરંતુ હવે આ એપ પ્રતિબંધ થઈ જવાના કારણે મને સમજાતું નથી કે હું મારો ટાઈમ કેવી રીતે પસાર કરું.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આમ તો ઘણા બધા મલ્ટિપ્લેયર્સ ગેમ એવેલેબલ છે, પરંતુ પબજીની વાત કંઈક અલગ છે. પબજીમાં હંમેશાં કંઈક નવું અને રસપ્રદ આવતું હતું. આ ગેમ મૂળ કોરિયન છે, પરંતુ મારો મોબાઈલ વર્ઝન ચીને વિકસિત કર્યું છે. તેનો મતલબ એવો છે કે ગેમને બનાવનારના તમામ રૂપિયા ચીનની પાસે જતા હતા. તેમણે જણાવ્યું કે, મારા માટે કોઈ પણ એપ્લિકેશન પહેલા મારો દેશ છે, એટલા માટે એપ પર પ્રતિબંધ મૂક્યો તે યોગ્ય છે. મારો પરિવાર પણ આ પ્રતિબંધથી ખુબ જ ખુશ છે અને હું પણ અત્યારે મારો ખાલી સમય મારા નાના ભાઈ-બહેનના અભ્યાસમાં લગાવી રહ્યો છું.
એક અન્ય પબજી પ્લેયર્સ સંચતિયા સાન્યાલે જણાવ્યું હતું કે, ચીન પર આ ડિજિટલ સ્ટ્રાઈકનું કદમ યોગ્ય અને પ્રશંસાનેપાત્ર છે. હું આ પ્રતિબંધના પક્ષમાં છું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હું તો આશ્ચર્યમાં હતો કે પહેલા ચરણમાં આ ગેમને કેમ બેન કરવામાં ન આવી. મને નથી ખબર કે આગામી સમય મારા માટે પસાર કરવા હવે મારે શું કરવાનું છે પરંતુ હું વિચારી રહ્યો છું કે પબજીના સ્થાને હું કોલ ઓફ ડ્યૂટી (સીઓડી) ગેમને ડાઉનલોડ કરીશ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here