અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર વધુ એકવાર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. વેન્ટિલેટર ના મળતાં સિવિલ હોસ્પિટલના G10 વોર્ડમાં દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મેઘાણીનગરના 57 વર્ષીય મિલન દેશમુખને ન્યુમોનિયાની સમસ્યા હતી. ન્યુમોનિયાની સમસ્યા અંગે મિલન દેશમુખની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ન્યુમોનિયાને કારણે દર્દીને વેન્ટીલેટરની જરૂર પડી હતી. વેન્ટિલેટર માટે દર્દીએ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. એમ. પ્રભાકર સાથે વાત પણ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ કે વેન્ટિલેટર મળવાપાત્ર હોવા છતાં દર્દીની પછીના વ્યક્તિને વેન્ટિલેટર આપી દેવામાં આવ્યું હતું.
પુત્ર ગૌરાંગ દેશમુખએ જણાવ્યું કે વેન્ટિલેટર મળ્યું હોત તો શક્ય છે કે તેમના પિતાનું મૃત્યુ ન થયું હોત. વેન્ટિલેટર આગલી રાત્રે હોવા છતાં દર્દીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા ન હતા. મૃતકના પુત્રનો આક્ષેપ કે જરૂરી સ્ટાફ પણ ફરજ પર હાજર રહેતો નથી. વેન્ટિલેટર નથી એવું પણ કહ્યું હોય તો અમે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડી લેત.
ઇલેક્ટ્રિકનું કામ કરતાં અજય રાજપૂત ઇલેક્ટ્રિકનું કામ કરીને ગુજરાન ચલાવે છે. અને પરિવારનો આધાર અજય ભાઈ પર નિર્ભર છે. તેમના પિતા હેન્ડીકેપ છે અને માતા હાઉસ વાઈફ છે. માટે દીકરો ના મળતા પરિવારમાં નિરાશા છવાઈ છે. પરિવારે સિવિલમાં તપાસ કરતાં 27 તારીખે ડિસ્ચાર્જ કર્યાં હોવાનું સિવિલ તંત્ર રટણ કરે છે. પણ જ્યારે વટવા ખાતે તેમના પાડોશમાં રહેતા મિત્ર હસમુખભાઈએ સિવિલમાં એડમિટ અજય રાજપૂતને 28 તારીખે ફોન કર્યો ત્યારે તેને અલગ અલગ રિપોર્ટ કરીને હોસ્પિટલમાં એડમિટ હોવાની મિત્ર સાથે વાત કરી હતી. જો કે અચનાક બપોર બાદ આ નંબર સ્વીચ ઑફ થઇ ગયો હતો. અને આ ઘટનાના 15 દિવસ પછી પણ કોઈ પતો ના મળતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 11 તારીખે ફરિયાદ આપી છે તેમ છતાં હજુ સુધી કોઈ પતો મળતો નથી.
જો કે આ ઘટના અંગે સિવિલ 27 તારીખે અજયસિંહ રાજપૂતને ડિસ્ચાર્જ હોવાનું કહીને સમગ્ર ઘટનાથી છટકી રહી છે. બીજી બાજુ પાડોશીઓ તેમજ પરિવારજનોનું કહેવું છે કે 28 તારીખે સિવિલમાં એડમિટ અજય રાજપૂત સાથે વાત થઇ ત્યારે તે સિવિલ હોસ્પિટલમાં એડમિટ હોવાનું કહ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલની બેદરકારી હોવાનું પરિવાર જણાવી રહ્યા છે.
