Home Crime અ’વાદ: દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ, ‘નીતુ દે, સોનિયા દેએ પૈસાની...

અ’વાદ: દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ, ‘નીતુ દે, સોનિયા દેએ પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું

93
0

અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તાર પાસે રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ ફાયરિંગ ઘટના બની હતી. પૈસાની લેતીદેતી મામલે નીતુ દે સોનિયા દે એ રાજુ નામના એક યુવક પર હવા માં ફાયરિંગ કરી ને ડરવાનો પ્રયાસ કર્યો હતો. જે વ્યક્તિ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે વ્યક્તિએ પોલીસને જાણ કરતાં ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.


જ્યારે રાજુ નામનો વ્યક્તિ દિલ્હી દરવાજા પાસે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે નીતુ દે સોનિયા દે આવીને હવામાં ફાયરિંગ કરી ત્યાંથી નાસી છુટી હતી. જે વ્યક્તિ ફાયરિંગ કરવામાં આવી તે વ્યક્તિએ પોલીસને જાણ કરી પોલીસ દ્વારા તેની અટકાયત કરીને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નમસ્તે સર્કલ થી દિલ્હી દરવાજા તરફ એક એક્ટિવા પર બે લોકોએ આવીને એરગન દ્વારા હવામાં ફાયરિંગ કર્યું હતું. કંટ્રોલ માંથી મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કંટ્રોલના સીસીટીવી ચેક કરતા તેમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું ધ્યાને આવ્યું. ગણતરીની મિનિટોમાં જ નીતુ દે સોનિયા દે નામની કિન્નર આરોપીની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here