Home Gujarat ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ અનુસંધાને અમદાવાદની ફેમિલી કોર્ટે સર્ક્યુલર બહાર પાડયું છે.

ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ અનુસંધાને અમદાવાદની ફેમિલી કોર્ટે સર્ક્યુલર બહાર પાડયું છે.

10
0

અમદાવાદની ફેમિલી કોર્ટમાં ભરણપોષણના કેસમાં હવેથી પતિ અને પત્નીએ પોતાની મિલકતો, અસ્કયામતો, દેવાની જવાબદારી અંગેની માહિતી દર્શાવતું સોગંદનામું ફરજિયાત રજૂ કરવાનું રહેશે.
કાયમી હોય કે પછી વચગાળાનું ભરણપોષણ માગવામાં આવ્યું હોય, આ બંને કિસ્સામાં મિલકત અંગેનું સોગંદનામું ફરજિયાત આપવાનું રહેશે. અમદાવાદની ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ એમ.એન. મનસુરીએ ૮મી જાન્યુઆરીએ આ સર્ક્યુલર બહાર પાડયું છે. સુપ્રીમ કોર્ટના આદેશને લઈ ફેમિલી કોર્ટે આ સર્ક્યુલર બહાર પાડયું છે.
ભરણપોષણના કેસમાં પતિ-પત્ની બંને પક્ષે મિલકત અંગેનું ફરજિયાત સોગંદનામું કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગત ચોથી નવેમ્બર ૨૦૨૦ના રોજ હુકમ કર્યો હતો, એ પછી ૭મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ અનુસંધાને અમદાવાદની ફેમિલી કોર્ટે સર્ક્યુલર બહાર પાડયું છે.
ફેમિલી કોર્ટમાં હવેથી જે નવા ભરણપોષણના કેસ ફાઈલ થશે તેમાં તો સોગંદનામું ફરજિયાત આપવાનું જ છે રહેશે પરંતુ જે ભરણપોષણના કેસ અત્યારે કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસમાં પણ ફરજિયાત સોગંદનામું કરવાનું રહેશે. અસીલોને પણ આ બાબતથી વાકેફ કરવા વકીલોને નિર્દેશ કરાયો છે.
અમદાવાદની ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલોનું કહેવું છે કે, અત્યાર સુધી પતિ અને પત્ની એમ બંને પક્ષકારો સાચી હકીકત છુપાવતા હતા, જોકે હવે મિલકત અંગેના ફરજિયાત સોગંદનામાના કારણે આ બાબત શક્ય નહિ બને. કારણ કે મિલકત અંગેનું સોગંદનામું જો ખોટું સાબિત થશે તો જે તે પક્ષકાર સામે કાર્યવાહી થઈ શકશે.

Previous articleસુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં તમામ સભ્યો સરકાર તરફી છે અને કૃષિ કાયદાઓની તરફેણ કરતા આવ્યા છે.
Next articleવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ દરેક ૨૦૦ દિવસે પોતાની ધરીથી ૪ ઇંચ દૂર ખસી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here