Home Gujarat ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, અમદાવાદમાં નિકળશે રથયાત્રા

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, અમદાવાદમાં નિકળશે રથયાત્રા

25
0

રથયાત્રા યોજવી કે કેમ તેને લઈને સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આવતી કાલે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી છે. સરકાર તરફથી એડવોકેટ જનરલ અરજી પર હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, જનતા કરફ્યૂ રાખીને રથયાત્રા યોજી શકાય છે.
જોકે, અમદાવાદ શહેરમાં હાઈકોર્ટનો કોઈ નિર્ણય આવે તે પહેલાં જ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અમિત શાહના આગમનની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ખલાસીઓને બદલે ટ્રેક્ટરથી રથયાત્રા ખેંચવામાં આવશે. ટ્રેક્ટરથી રથ કઈ રીતે ખેંચાય તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્રણેય રથને ખેંચવા માટે લોખંડના સ્પેશિયલ પાટા બનાવવામાં આવ્યા છે. રથ પ્રતિ કલાક 10 કિ.મી.નું અંતર કાપશે. જેનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરિક્ષણ પણ કર્યું હતું.
ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે બબ્બેવાર હાથ ધરવામાં આવેલી સુનાવણી અને તેમાં લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદમાં આવતીકાલે 23મી જુને જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવાનો ચુકાદો આપ્યો છે.રાજ્ય સરકારે અમદાવાદમાં 143મી રથયાત્રા નીકળે તે માટે મંજૂરી માટે અરજી કરવા એડ્વોકેટ જનરલને સૂચના આપી હતી. તેમણે હાઇકોર્ટ જે શરતો કહેશે એ મુજબ યાત્રા કાઢવાની, સરકાર રાતોરાત તમામ વ્યવસ્થા કરી દેશે તેવી બાંહેધરી આપી હતી. તેમજ આવતીકાલે સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે.


Previous articleગુજરાતમાં દોઢ વર્ષ બાદ નિવૃત જજ રાજેશ શુક્લાની લોકાયુક્ત તરીકે નિયુક્તિ
Next articleચિખોદરા માં નવનિર્માણ ગ્રામ પંચાયત બિલ્ડિંગ નુ લોકાર્પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here