Home Gujarat અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં મોટી હોનારત સર્જાતા 8 દર્દીઓ જીવતા ભૂંજાયા, જયંતિ...

અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં મોટી હોનારત સર્જાતા 8 દર્દીઓ જીવતા ભૂંજાયા, જયંતિ રવિ પહોંચ્યા

50
0

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં આઈસીયુમાં દાખલ કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે. આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે. જેમને વી.એસ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવરંગપુરા વિસ્તારમાં આવેલી AMC દ્વારા કોરોના માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. શ્રેય હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના આઈસીયૂ વોર્ડમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગની ઘટના બનવા પામી છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં 8 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા અને હોસ્પિટલના ચોથા માળે તમામ કાટમાળ બળીને ખાખ થઈ ગયો છે.
આ ઘટનામાં શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવીરહ્યું છે. તમને જણાવી દઈએ કે AMCએ કોરોનાના દર્દીઓ માટે કોવિડ 19 હોસ્પિટલ રિઝર્વ રાખી હતી. આ ગોજારી ઘટનામાં જે 8 મૃતક દર્દીઓના મોત થયા છે, તેમનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર વિભાગની 1 ફાઇટર, 1 ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી છે.
આ ઘટનામાં એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયુ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. બીજી એક મહત્વની વાત એ છે કે આગની ઘટના બાદ ફાયરના 40 જવાનો હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃતકોના નામ આ પ્રમાણે છે.
1) વાસણાના લીલાવતી શાહનું મોત
2) પાલડીના આયશાબેન તીરમિઝીનું મોત
3) ધોળકાના નવનીતલાલ શાહનું મોત
4) ધોળકાના નરેન્દ્ર શાહનું મોત
5) મેમનગરના મનુભાઈ રામીનું મોત
6) મેમનગરના અરવિંદભાઈ ભાવસારનું મોત
7) ખેરાલુના જ્યોતિબેન સિંધીનું મોત
8) વેજલપુરના આરીફ મંસુરીનું મોત


Previous articleડાકોરમાં વડા બજાર વિસ્તારમાં વધુ એક કેસ પોઝિટિવ નોધાયો
Next articleડાકોરમાં મોટા ભાઈ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાના ભાઈનો પણ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here