Home Kheda (Anand) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહનોમાંથી થતી મોબાઇલ રોકડ રકમ ની ચોરીનો ભેદ...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહનોમાંથી થતી મોબાઇલ રોકડ રકમ ની ચોરીનો ભેદ ઉકેલતી આણંદ રૂરલ પોલીસ

17
0

આણંદ જિલ્લામાં સામરખા એક્સપ્રેસ હાઇવે ઉપર રાત્રી દરમ્યાન ઉભી રહેલા ટ્રકોના ડ્રાઇવરોના મોબાઇલ તેમજ રોકડ રકમની ચોરી ના બનાવો બનતા હોય તેને શોધી કાઢવા સારુ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ તથા શ્રી અજીત રાજીયાણ સાહેબ પોલીસ અધીક્ષકશ્રી આણંદ નાઓએ સુચના આપેલ હોય.
જે અનુસંધાને શ્રી બી.ડી.જાડેજા સાહેબ નાયબ પોલીસ અધીક્ષક આણંદ ડીવીઝન સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એમ.રામી પો.સબ.ઇન્સ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સામરખા ગામમાં આગળ એક ઇસમે મોબાઇલ વેચવા ફરે છે.
જે બાતમી આધારે સદર ઇસમને મોબાઇલો સાથે ઝડપી પાડી પૂછપરછ દરમિયાન રાત્રે એક્સપ્રેસ હાઇવે ઉપર વાહનચાલકો રાત્રીના સમયે સુઇ જતા હોય તે દરમ્યાન વાહન ના કેબીનમાં પ્રવેશી તેના મોબાઇલ તેમજ રોકડ રકમની ચોરી કરી ગુનો કરતો હોવાની ટેવવાળો હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


Previous articleસાયબર સુરક્ષા ફર્મ ચેક પોઈન્ટના રિસર્ચર્સે ઈન્સ્ટાગ્રામ પર એક એવા બગને શોધી કાઢ્યું છે, જે હેકર્સને ઈન્સ્ટાગ્રામ હેક કરવાની પરમિશન આપી દે છે…
Next articleWHO એ કહ્યું કે એક સફળ રસી મળવા અને વ્યાપક સ્તર પર લોકોને રસી આપતા પહેલાં કોરોનાથી થનાર મોતનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here