South-Gujarat

ડાંગ જિલ્લાનાં આમસરવળન વળાંકમાં પશુભરેલ પિકઅપવાન પલ્ટી મારી જતા આહવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડાંગ જિલ્લાનાં આમસરવળન ગામે વળાંકમાં વગર પરમિશને પશુઓ ભરેલ પીકઅપ વાન પલટી જતા એક ગાય અને વાછરડુ ગંભીર રીતનાં ઘાયલ થયા હતા. પિકઅપ વાન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.આહવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ આમસરવળન ગામ તરફથી પશુઓ ભરી જનાર પિકઅપ વાનનાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગામ નજીક વળાંકમાં આ પિકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી.અહી પિકઅપ વાન પલ્ટી મારી જતા તેમાં ભરેલ એક ગાય અને વાછરડાને ગંભીર ઇજાઓ પોહચી હતી.આ ઘટનાની જાણ આહવા પોલીસની ટીમને થતા આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.જયેશભાઇ.એસ.વળવી સહિતની પોલીસ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી જઇ ગંભીર રીતનાં ઘાયલ થયેલ પશુઓને દવાખાને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે પિકઅપ વાન ચાલક પોતાની ગાડી.ન.GJ.30.T.8383 અકસ્માતનાં સ્થળની જગ્યાએ જ છોડીને નાસી છૂટ્યો હતો.હાલમાં આહવા પોલીસની ટીમે આ અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી પિકઅપ વાનને પોતાના કબ્જામાં લીધી છે.આહવા પોલીસની ટીમને આ પિક અપ વાનમાં પશુ લઈ જવા માટેની પરમિશનનાં કાગળ તેમજ પિકઅપનાં કાગળિયા મળ્યા ન હતા,તથા આ પિકઅપ વાનમાં ભરેલ પશુઓને કતલ ખાને લઈ જતા હોવાની જાણ પોલીસને થતા તેઓએ નજીકનાં પંચો બોલાવી ગુનો દાખલ કર્યો હતો.હાલમાં આહવા પોલીસે પિકઅપ વાન ચાલક ઉપર IPC કલમ 279, મોટર વાહન અધિનિયમ 177,184,134, પશુઓ પ્રત્યે ધાણીયપશુ અટકાવવાનો અધિનીય 11 (A ), 11 (1)(D), 11(1)(H), 11(1)(I), તેમજ પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ 6(a),8(4), નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(શેખર ખેરનાર ડાંગ )

Leave a Reply

Your email address will not be published.