South-Gujarat

આહવાના જન સેવા ગૃપ ખુબજ ટુંક સમયમાં શબવાહિનીની સુવિધા ઉપલબ્ધ કરી.

જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ એક પછી એક રીતે મૃત્યુની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે તેમના મૃતદેહોને અંતિમવિધિ માટે સ્મશાન કે કબ્રસ્તાન સુધી લઈ જવા માટે શબવાહિનીની અત્યંત જરૂર ઉભી થઈ છે. કુદરતી મરણ કે બિમારીના કારણે મૃત્યુ પામેલ શવને અન્ય કોઈ પણ વાહનમાં લઈ જઈ શકાય છે. પરંતુ ગંભીરતાની વાત તો એ છે કે, કોવિડના મૃતદેહનું સંક્રમણ અન્યને ન લાગે તેવી તકેદારીથી શવ લઈ જવા માટે ટેકનિકલ રીતે સજ્જ, આધુનિક અને બંધ બોડીનું વાહનજ ઉપયોગી હોય છે અને ડાંગ જિલ્લાની અંદર કોરોનામાં મૃત્યુદર સતત વધી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ શબવાહિની ક્યાં ક્યાં દોડશે તેની ચિંતા થતી હોય છે. પોતાના સ્વજનોના પાર્થિવ શરીરને યોગ્ય રીતે લઈ જઈ અંતિમવિધિ થાય તેની ચિંતા શોકગ્રસ્ત પરીવારના સદસ્યોને સતાવતી હોય છે. તેઓ એક બાજુ સ્વજન ગુમાવવાના દુઃખમાં ડૂબ્યા હોય અને બીજી બાજુ સત્વરે આવી વ્યવસ્થા કરવી તેમના માટે અશક્ય હોય ત્યારે જન સેવા ગૃપ આહવા દ્વારા પોતાના આગવા પ્રયાશોથી આવશ્યક એવી સંજીવની રૂપી વાહન એટલે કે ” શબ વાહિની”ની વ્યવસ્થા કરી ચિંતાનું નિરાકરણ કરવામાં આવ્યું.

કોરોના મહામારીમાં પ્રજા દ્વારા સાવચેતી ન રાખવામાં આવે તો ગંભીર પરિસ્થિતિ સર્જાશે , જેની ગંભીરતા સમજી, જન સેવા ગ્રુપે પોતાની જવાબદારી સ્વિકારી લોક જાગૃતિ માટે નાના પાયે માસ્ક વિતરણ કરી જનતાની સેવા શરૂ કરી હતી. લોકોને તેમનો નિસ્વાર્થ સેવાકીય આ અભિગમ ગમ્યો અને એક પછી એક જન સેવાના નિસ્વાર્થ સેવાકીય કાર્યો ની શરૂવાત આરંભી – નાત જાત ના ભેદભાવ વિના સ્મશાન-કબ્રસ્તાનની સફાઈ, જંગલમાં લાગેલ દવ(આગ) ને બુઝાવવી, સનસેટ પોઈન્ટને રમણિય બનાવવુ, કોરોના મૃતકોની આહવા તેમજ ગામે ગામ જઈ અંતિમવિધિ કરવી, કોરોના પોઝિટિવ લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવી, ગામમાં સેનિટાઇઝર કરવુ, મૃતકોના ગરીબ પરીવારને અનાજ કીટ અને અન્ય મદદ કરવી જેવી સેવાઓ આ ગૃપ દ્વારા કરવામાં આવી અને હજુ પણ તત્પર છે

કોરોના મહામારીના આ કપરા કાળમાં માનવીને બચાવવા શાળા, કોલેજ, દુકાનો,ધાર્મિક સ્થળો, વેપાર, ધંધા, ગામ, શહેરોને બંધ કરાઈ રહ્યા છે ત્યારે, શાળા કોલેજમાં અભ્યાસ કરનારા, ધંધો વ્યાપાર કરનારા આ યુવાનો પોતે ઘરમાં પુરાઈ રહેવાને બદલે સામી છાતીએ દિવસ રાત 24 ક્લાક સેવાકીય પ્રવૃત્તિ લોક સેવામાં ખડેપગે ઉભા છે તેમની આ કામગીરી અમુલ્ય છે, પ્રેરણા આપનારી છે અને એમના વખાણ . આ ડાંગની પ્રજા “જન સેવા ગૃપ” ના કાર્ય ને આશીર્વાદ રૂપ છે.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.