Home India બ્રિટન અને ભારત વચ્ચે હવાઇસેવાનો આંશિક પ્રારંભ કરાયો હતો.

બ્રિટન અને ભારત વચ્ચે હવાઇસેવાનો આંશિક પ્રારંભ કરાયો હતો.

20
0

બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન માઝા મૂકી રહ્યો છે ત્યારે બ્રિટન અને ભારત વચ્ચે શુક્રવારથી હવાઇસેવાનો આંશિક પ્રારંભ કરાયો હતો. શુક્રવારે એર ઇન્ડિયાની લંડનથી ઉપડેલી ૨૫૬ પ્રવાસી સાથેની ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી હતી. ભારતથી બ્રિટન જતી ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૬ જાન્યુઆરીથી દૂર કરાયો હતો. રાજસ્થાન અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારની ટીકા કરતાં બ્રિટન અને ભારત વચ્ચેની ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાની માગ કરી હતી. બીજીતરફ ભારતમાં કોરોના વાઇરસના બ્રિટિશ સ્ટ્રેનનું સંક્રમણ ધરાવતા વધુ ૯ દર્દી મળી આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮૨ થઇ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બ્રિટિશ સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓને સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે.
દિલ્હી સરકારે બ્રિટનથી આવતા તમામ પ્રવાસીઓને ૭ દિવસ ફરજિયાત હોમ આઇસોલેશનમાં રહેવાનો આદેશ જારી કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, બ્રિટનથી દિલ્હી આવેલા પ્રવાસીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તો પણ તેણે ૭ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે.
ભારતમાં ૨૪ કલાકમાં ૧૮,૧૩૯ નવા કેસ, ૨૩૪નાં મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના ૧૮,૧૩૯ નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૦૪,૧૩,૪૧૭ થઇ હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૪ દર્દીએ જીવ ગુમાવતાં મહામારીનો કુલ મૃતાંક ૧,૫૦,૫૭૦ થયો હતો. ભારતમાં અત્યાર સુધીમાં ૧,૦૦,૩૭,૩૯૮ દર્દી કોરોનાના સંક્રમણમાંથી સાજા થયાં છે. દેશમાં કોરોના દર્દીઓનો સરેરાશ રિકવરી રેટ ૯૬.૩૯ ટકા રહ્યો છે. સતત ૧૮મા દિવસે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૩ લાખથી ઓછી રહી હતી.


Previous articleઅમેરિકામાં ૨૪ કલાકમાં કોરોનાનાં સંક્રમણના ૨.૭૯ લાખ નવા કેસ સામે આવ્યા .
Next articleવિજય રૂપાણી ગાંધીનગર માં કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here