સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ પર હવે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ચર્ચા હજૂ વધારે ચાલશે. બોલિવૂડ સાથે સંકળાયેલ કોઇ પણ કલાકાર આ વિષય પર પોતાની સલાહ આપી રહ્યો છે. તાજેતરમાં જ અનુપમ ખેર અને અન્નૂ કપૂરે પણ પોતાના સ્ટ્રગલના દિવસો વર્ણવ્યા હતા. સુશાંતના પ્રશંસકો તો 14 જૂનથી જ સોશિયલ મીડિયામાં પોતાની ભડાસ નીકાળી રહ્યા છે. બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમારે પણ એક ઇન્ટરવ્યૂમાં નેપોટિઝમ પર પોતાની રાય આપી છે.
પોતાના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવ
અક્ષય કુમારે પોતાની ફેમીલી લાઇફનું ઉદાહરણ આપતા કહ્યું હતુ કે,’મારો પુત્ર આરવ પહેલા ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતો હતો પરંતુ જ્યારે તેને તાઇક્વાંડોમાં બ્લેક બેલ્ટ મળી તો તે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરવા લાગ્યો. હું માનું છું કે મારા બાળકો સપનાઓને પૂર્ણ કરવા માટે મહેનત કરે. મેં બંન્ને બાળકોમાથી કોઇને એહસાસ નથી કરાવ્યો કે, તેઓ મારા બાળકો છે અને તેમને કોઇ પણ વસ્તુ મેહનત કર્યા વગર જ મળી જશે. મેં પણ ખુબ જ મેહનત કરી છે અને પોતાના દમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે.’
અક્ષય કુમારે પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું કે,’જો આરવ એક્ટર બનવા માંગે છે તો તેને પોતાનો રસ્તો પોતે જ બનાવવો પડશે. તેને સખત મહેનત કરવી પડશે. મારા માટે નેપોટિઝમ શબ્દનો કોઇ અર્થ નથી, હું નેપોટિઝમ શબ્દથી નફરત કરૂ છું.’
તમને જણાવી દઇએ કે, અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત એક્ટર છે. એક વર્ષમાં તેની ઘણી ફિલ્મો આવે છે. અક્ષય કુમાર એક માત્ર એવો એક્ટર છે જેણે ગત વર્ષે 2019માં ઘણી હિટ ફિલ્મો આપી છે