Home Rajpipla રાજપીપળા માં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા સોમવાર થી સાંજે ચાર વાગે...

રાજપીપળા માં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા સોમવાર થી સાંજે ચાર વાગે તમામ બજારો બંધ થયા

37
0

મિટિંગ માં લેવાયેલા નિર્ણય મુજબ આગામી શનિવાર સુધી રાજપીપળા માં સાંજે ચાર વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું હોય સંક્રમણ ઘટાડવા માટે તંત્ર અને વેપારી મંડળ દ્વારા નિર્ણય લઈ ગત સપ્તાહે રાજપીપળાના બજારોને ચાર દિવસ સુધી સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ શનિવારે ફરી મિટિંગ મળી હતી જેમાં ૨૬ એપ્રિલ થી એક અઠવાડિયા સુધી દારોજ સાંજે ચાર વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો હતો જેને આજે રાજપીપળા ના દરેક નાના મોટા વેપારીઓએ સમર્થન આપી પોતાના ધંધા સાંજે ચાર વાગે બંધ કરી પૂરતો સહકાર આપ્યો હતો.

આ બાબતે વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના ના સંક્રમણ ને કાબુમાં લેવા તંત્ર અને વેપારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જે સંદર્ભે એક અઠવાડિયા સુધી રાજપીપળા ના બજારો સાંજે ચાર વાગે બંધ કરવા અમે તંત્રને પૂરું સમર્થન આપ્યું છે આવા પ્રયાસો થકી આગામી સમયમાં કોરોના સંક્રમણ ઘટશે તેવી સૌ આશા સેવી રહ્યા છે.


Previous articleઅંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા શ્યામ રેસીડેન્સી નજીક કાર માં લાગી આગ 
Next articleદાહોદના બે આરોગ્ય કર્મીઓનું કોરોનાથી અકાળે અવસાન થતાં કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here