નડીયાદ– કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે.
નડિયાદ ખાતે મેથોડિસ્ટ ચર્ચ,ઓવરબ્રીજ પાસે શ્રી જયંતિલાલ નવસરીયાએ જણાવ્યુ હતુ કે, વેક્સિનેશન બાદ અન્ય લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ તેમ જણાવ્યું હતુ. મફત રસીનો લાભ મળ્યો છે તે બદલ સરકારનો આભાર માનુ છુ તેમણે લોકોને સંદેશો આપતા જણાવ્યુ હતુ કે, રસી લીધા બાદ કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી તેમજ આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ સારુ માર્ગદર્શન આપે છે. તેઓેએ ઉમેર્યુ હતું કે, દિવસમાં વારંવાર હાથપગ ધોવા, માસ્ક પહેરવું તેમજ સેનેટાઇઝર પણ કરવા જણાવ્યું હતું.