Home Kheda (Anand) આણંદ જિલ્લા માટે ૭૮૭૧કીટ ની ફાળવણી આણંદ શહેર અને ગ્રામ્ય ના ૨૨૬૦...

આણંદ જિલ્લા માટે ૭૮૭૧કીટ ની ફાળવણી આણંદ શહેર અને ગ્રામ્ય ના ૨૨૬૦ કોરોનાવોરિયર્સ ને અર્પણ નો પ્રારંભ.

11
0

મહામહિમ રાજ્યપાલ શ્રી નો સેવા યજ્ઞ
કોરીના વોરિયર્સ માટે ખાસ રાસન કિટ નું વિતરણ

ગુજરાત રાજયના મહામહીમશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત ના કોરોના ગ્રસ્ત વિસ્તારો માં કોરોના વોરિયર્સ પરિવારો ને ખાદ્ય સામગ્રી ની એક ખાસ કીટ નું રાજ્ય ભર ના જિલ્લા ઓ માં જિલ્લા વહીવટી તંત્ર ના માધ્યમ થી વિતરણ થઈ રહ્યું છે જેમાં આજે આણંદ જિલ્લામાં મહામહિમ શ્રી ના સેવા યજ્ઞ ની કિટ નું સુચારૂ પણે હક્કદારો ને વિતરણ કરવામાં આવ્યું હતું.


ગુજરાત માં કોરોના સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જે માટે રાજભવન તરફથી યુવા અનસ્ટોપેબલ નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરીયર્સને જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે રાશનકીટનું વિતરણ કરવાનું એક અભિયાન
માન.રાજયપાલશ્રી ધ્વારા શરૂ કરાયુ જે અંતર્ગત અત્રેના આણંદ જિલ્લા માટે કુલ ૭૮૭૧ કીટ ફાળવવામાં આવી જે પૈકી આણંદ શહેર તથા આણંદ ગ્રામ્ય તાલુકાના સફાઇ કર્મચારી (આરોગ્ય) ૯૪, આશાવર્કર-૪૪૮, ફીમેલ હેલ્થ વર્કર-૯૧, MPHW-૮૫, AW વર્કર-૪૬૨,
આશાવર્કર હેલ્પર-૪૫૩ અને નગરપાલીકાના સફાઇ કર્મચારી-૬૨૭ એમ મળીને કુલ ૨૨૬૦ રાશનકીટ સરદાર પટેલ બેન્કવેટ હોલ,૮૦ ફુટ રોડ,આણંદ ખાતેથી મામલતદારશ્રી આણંદ (શહેર) તથા મામલતદાર કચેરી આણંદ (ગ્રામ્ય) , THO આણંદ અને આંગણવાડી અને નગરપાલીકાના અધિકારીશ્રીઓની હાજરીમાં વિતરણ કરવામાં આવેલ છે. જે માન.કલેકટર સાહેબશ્રી તથા માન.જીલ્લા પુરવઠા અધિકારીશ્રી આણંદ ધ્વારા સતત માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો.


Previous articleસરકારી આઈ.ટી.આઈ. સોજીત્રા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક તા.20 જુલાઇ સુધી ઓન લાઇન અરજી કરે
Next articleહાંસોટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ મુકામે પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here