Home Crime રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં રામેશ્વર-3માં રહેતી અલ્પા આશીષ મારડીયા નામની પરિણીતા તેનો...

રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં રામેશ્વર-3માં રહેતી અલ્પા આશીષ મારડીયા નામની પરિણીતા તેનો પતિ આશીષ અને 2 GRD જવાન

12
0

રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં રામેશ્વર-3માં રહેતી અલ્પા આશીષ મારડીયા નામની પરિણીતા તેનો પતિ આશીષ અને 2 GRD જવાન અને સાગરીતને સાથે રાખીને હનીટ્રેપમાં ફસાવીને નાણા ખંખેરતા હોવાના કારસ્તાનના થયેલા પર્દાફાશમાં પાંચેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. જોકે તેમના રિમાન્ડ નામંજુર થતા તેઓને જેલ હવાલે કરાયા હતા. અત્યાર સુધી પીએસઆઈ અને રાઈટર બનીને રોફ છાંટતા તોડતાડ કરનાર GRD સભ્ય રિતેષ ભગવાનજી ફેફર ઉ.29 તથા શુભમ નીતિન સીસાંગીયા ઉ.24ને નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં હનીટ્રેપમાં મહિલા ASIની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ છે.
મોરબીના આધેડ સાથે મહિલાએ પરિચય કેળવી પતિ ઘરે નથી કહીં ઘરે બોલાવ્યો હતો. આધેડ ઘરે આવતા આશીષ અને સાગરીત જય સુરેશભાઈ પરમાર ધસી આવ્યા હતા અને તું છેડતી કરે છે સહિતના શબ્દો સાથે આધેડને મારમાર્યો હતો અને થોડી જ વારમાં ગ્રામ્ય રક્ષક દળનો સભ્ય રીતેષ પી.એસ.આઈ.નો સ્વાંગ અને શુભમ તેનો રાઈટર બનીને ધસી આવ્યા હતા ફીટ કરી દેવો પડશે આમ થશે તેમ થશેની પોલીસની ભાષામાં દમદાટી મારી પતાવટ માટે પાંચ લાખની માગણી કરી બે લાખ આપવા પડશે કહીં આધેડના ખિસ્સામાંથી 22500ની રોકડ કાઢી લઈ બીજા બે લાખ તા.10 સુધીમાં નહીં આપે તો કેસમાં ફીટ કરી દેશું કહીં ધમકાવીને મુક્ત કર્યો હતો.
હવે આ મામલે રાજકોટમાં હનીટ્રેપમાં મહિલા ASIની ધરપકડ કરવામાં આવી છે. તૃષા પટેલ નામની ASIની ધરપકડ કરાઈ છે. મહિલા ASI તૃષા પટેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ અગાઉ દંપત્તી, 2 GRD જવાન સહિત 5 ઝડપાયા હતા.


Previous articleઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન રેસમાં ખૂબ આગળ છે, ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સીનની શોધમાં લાગેલું છે.
Next articleચુંટણીના સમયે જ સરકારનું નાક દબાવવા માટે વિદ્યાર્થીઓ એ સામુહિક ઉમેદવારીનું શસ્ત્ર ઉપાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here