(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : પ્રતાપનગર ચોકડી પર ઉભેલા આમલેથા પીએસઆઇ એસ.ડી.પટેલ એ વાહન ચેકીંગ દરમિયાન એક મો.સા.પર ત્રણ સવારી જતા ઇસમોને ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
નાંદોદ તાલુકાના પ્રતાપનગર ચોકડી પાસે વાહન ચેકીંગ ઉભેલી આમલેથા પોલીસે મો.સા GJ.22.3741 ની ઉપર ત્રણ સવારી બેસી આવનાર વ્યક્તિઓ માં શનુભાઇ સોમાભાઇ વસાવા રહે.અકૂવાડા તા.નાંદોદ,મહેશભાઇ શાંતીલાલ વસાવા રહે.ખોજલવાસા તા.નાદોદ અને ભરતભાઇ મેલીયાભાઇ વસાવા રહે.ખોજલવાસા તા. નાંદોદ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.