Home Crime રાજપરા ગામ પાસેથી બાઈક પર દારૂ લઈ જતા શખ્સને રૂપિયા 29.600ના મુદામાલ...

રાજપરા ગામ પાસેથી બાઈક પર દારૂ લઈ જતા શખ્સને રૂપિયા 29.600ના મુદામાલ સાથે પકડી પાડતી આમલેથા પોલીસ

6
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રાજપરા ગામ પાસેથી આમલેથા પોલીસે મોટરસાઇકલ પર લઈ જવાતા ઇંગ્લીશ દારૂના મુદામાલ સાથે એક ને ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસે પ્રોહીબીસન ચેકીંગ દરમ્યાન મળેલી બાતમી મુજબ પાણેથા ગામ તરફથી એક મો.સા ચાલક તેની મો.સા ઉપર ઈંગ્લીશ દારૂ લઇને ઓરી ગામે જવાનો છે જે બાતમી આધારે નાવરા થી રાજપરા જવાના ત્રણ રસ્તા પાસે રોડ ઉપર પ્રોહી. વૉચમાં બેઠા હતા તે દરમ્યાન આ મો.સા ચાલાકને અટકાવતા તેને લઈ આવનાર રાકેશભાઇ મનુભાઇ માછી રહે.ઓરી તા.નાંદોદ પાસે ની મો.સા ઉપર એક બેગમાં ઇગ્લીસ દારૂના પાઉચ નંગ ૯૬ નંગ ની કિ.રૂ .૯૬૦૦ / – મો.સા જોતા નં. GJ 06 DF 8289 ની કિ રૂ .૧૫૦૦૦ / તેમજ મોબાઈલ કિ.રૂ. આશરે ૫૦૦૦ / -મળી કુલ કિ.રૂ. ૨૯૬૦૦ / -ના મુદા માલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

Previous articleવાલીયા ચાર રસ્તા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ
Next articleઢોલાર ગામમાં પુત્રવધુ સાથે બોલાચાલી કરી માર મારનાર 03 વિરુદ્ધ ગુનો નોંધાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here