(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના રાજપરા ગમમાં માસ્ક વિના એકઠા થઇ બેસેલા છ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.એસ.ડી.પટેલ ની ફરિયાદ મુજબ રાજપરા ગામે આવેલ ભાથીજી દાદાની ડેરી પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામા નો ભંગ કરનારા સતિષભાઇ મંગા ભાઇ વસાવા,ઇલેશભાઇ ગોવિંદભાઇ તડવી, પ્રકાશભાઇ ભીખજીભાઇ વસાવા, અનીલભાઇ મહેશભાઇ વસાવા, પ્રશાંતભાઇ ગોવીંદભાઇ વસાવા તથા ઉદિતભાઇ ગોપાલ ભાઇ માછી,રહે. રાજપરા તા.નાંદોદ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.