Rajpipla

પ્રતાપનગર હાઈસ્કૂલ પાસે માસ્ક વિના બેસી જાહેરનામા નો ભંગ કરનાર 6 વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની હાઈસ્કૂલ પાસે માસ્ક વગર બેસી રહેલા શખ્સો વિરુદ્ધ આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધરાજ દિલીપભાઇ માછી, જયમીન જયંતીભાઇ વસાવા, ઉર્વેશભાઇ સતીષભાઇ પટેલ,રિષીભાઇ મનિષભાઇ પટેલ,વેદાંતભાઇ કલ્પેશભાઇ પટેલ તથા રાહુલભાઇ અશોકભાઇ માછી, તમામ રહે, પ્રતાપનગર તા.નાંદોદ નાઓ પ્રતાપનગર ગામે આવેલ હાઇસ્કુલ પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામા નો ભંગ કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.