GUJARAT

અંબાજી પોલીસ દુઃખદ_કૃત્ય માનવતા ને કોરાણે મૂકી ને અસવેંદનશીલ બનતું તંત્ર.

અંબાજી પોલીસ દુઃખદ_કૃત્ય માનવતા ને કોરાણે મૂકી ને અસવેંદનશીલ બનતું તંત્ર….

અંબાજી_પોલીસ ની અકડાઈ ના લીધે ગર્ભ માં રહેલા નવજાત નું કરુણ મૃત્યુ…

બનાવ મુજબ ગઈકાલ રાત્રે અંબાજી ના રબારી સમાજ ની એક ગર્ભવતી મહિલા ને ડિલિવરી_પેઈન ઉપાડતા એના સગા સંબંધીઓ ગાડી ના અંદર લઈને પાલનપુર જવા રવાના થયા હતા…

પરંતુ અંબાજી સર્કલ પર ફરજ પર ના પોલીસકર્મીઓ એ ગાડી માં રહેલા દર્દી ના સગાઓએ માસ્ક ના પહેર્યું હોઈ કાયદેસર કાર્યવાહી કરવાનું કહ્યું..

દર્દીના સગાઓએ આજીજી પૂર્વક કહ્યું કે સાહેબ ગાડી માં સગર્ભા બહેન છે જેને દવાખાન પહોંચાડવા જરૂરી છે આપ જે પણ કાયદેસર કરવાનું થાયતે ઝડપી કરી ને અમોને જવાદો..અમે અંબાજીના જ છીએ આ મહિલાને દવાખાને મૂકી ને અમે પોલીસ_સ્ટેશને હાજર થઈશું…

પણ પોલીસકર્મીઓ દિલ માં માનવતા નામશેષ થઈ ગઈ હોય તેમ દર્દી સાથે ની ગાડીને અંબાજી પોલીસસ્ટેશન પર લઈ ગયા હતા…

દર્દ થી કણસતી મહિલા ની પરવા કર્યા વગર પોલીસે કાયદેસર કામ કરવાના બહાને એક કલાક થી વધુ સમય સુધી ગાડીને અંબાજી પોલીસ સ્ટેશને રોકી રાખી હતી..

સગર્ભા મહિલા ની દર્દની ચીસો અને સગાસંબંધીઓ ની આજીજી પોલીસ ના બહેરા કાને અથડાતી રહી.

જેમ તેમ પોલીસ ના કામ માંથી છુટકારો મેળવ્યો ત્યાં સુધી સગર્ભા મહિલા ની હાલત બગડતી જતી હતી…પાલનપુર દવાખાને પહોંચ્યા ત્યાં સુધી હાલત બદતર થતા દર્દી ને પાટણ રીફર કરવામાં આવ્યા..જ્યાં ડોકટરે ડિલિવરી કરતા મૃત_બાળક પેદા થયું ..

ડોકટરે પણ કહ્યું કે એકાદ #કલાક #વહેલા આવ્યા હોત તો બાળક બચી_જાત…

દર્દી રહેલી ગાડી ને માસ્ક ના હોવાના કારણે અંબાજી પોલીસે રોકી રાખતા એક ના જન્મેલા બાળકનું કહું કરવામાં આવ્યું છે.

પોલીસ નું આવુ જડ વલણ માનવતા વિહોણું છે. દુનિયા માં આવતા એક જીવ ની હત્યા અંબાજી પોલીસ ના જડ વલણ ના કારણે થઈ છે..

શુ આવા સમયે પણ માસ્ક બાબતે મહિલા ને રોકી રાખીને પોલીસ સ્ટેશન લઈ જવા જરૂરી છે?

શુ પોલીએ ડિપાર્ટમેન્ટ મા માનવતા મટી રહી છે હવે?

માનવતાવાદી વલણ નહિ અપનાવે પોલીસ તંત્ર તો લોકો ને જે વિશ્વાસ છે એ તૂટી જશે…

Leave a Reply

Your email address will not be published.